જમ્મુ -કાશ્મીરના પીડીપીના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે જો તાલિબાન અફઘાનિસ્તાનમાં વાસ્તવિક શરિયા લાગુ કરશે તો તેઓ દુનિયા માટે એક ઉદાહરણ બની શકે છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને અધિકારો આપવાની સલાહ આપતા મહેબુબા મુફ્તીએ આ આશા એવા સમયે વ્યક્ત કરી જ્યારે તાલિબાન દ્વારા જાહેર કરાયેલી વચગાળાની સરકારમાં ઓછામાં ઓછા 14 ખૂંખાર આતંકવાદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પીડીપીના મહેબૂબા મુફ્તીએ કુલગામમાં પત્રકારોને જણાવ્યું હતું કે, તાલિબાન વાસ્તવિકતા તરીકે બહાર આવી રહ્યું છે. તેઓએ પ્રથમ સમયે સરકાર બનાવી હતી (1996-2001) ત્યારે તેમની છબી માનવાધિકાર વિરુદ્ધ હતી. આ વખતે જો તે અફઘાનિસ્તાનમાં શાસન કરવા માંગે છે, તો ઇસ્લામિક શરિયા શું કહે છે, વાસ્તવિક શું છે, જે આપણા કુરાન શરીફમાં છે, જેમાં મહિલાઓને અધિકારો છે, બાળકો અને વૃદ્ધોના અધિકારો છે, અને કેવી રીતે સરકાર ચલાવવી ,અમારા માટે મદીના મોડેલ રહ્યું છે. જો તે ખરેખર તેનું પાલન કરવા માંગે છે તો મને લાગે છે કે તે વિશ્વ માટે એક ઉદાહરણ બની શકે છે.
#WATCH | Taliban is emerging as a reality. They had an image of anti-human rights during their first rule. They can set an example for the world if they follow the real Sharia law which includes women rights,& not their interpretation of Sharia: PDP chief Mehbooba Mufti in Kulgam pic.twitter.com/00vTqNdKXQ
— ANI (@ANI) September 8, 2021
મહેબૂબાએ કહ્યું કે માત્ર આમ કરવાથી જ વિશ્વના અન્ય દેશો તાલિબાન સાથે વેપાર કરશે, જો તેઓ 90 ના દાયકામાં તેમના દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ અપનાવશે, તો માત્ર સમગ્ર વિશ્વ માટે જ નહીં, ખાસ કરીને અફઘાનિસ્તાનના લોકો માટે મુશ્કેલી બની રહેશે.
દુર્ઘટના / આસામમાં બ્રહ્મપુત્રા નદીમાં ભયાનક બોટ દુર્ઘટના, 40નો બચાવ, અન્યની શોધખોળ ચાલુ