કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોના આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતરની માંગ કરતા રાહુલે કહ્યું કે અમે આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોની યાદી આપીશું. સરકારે તેમને વળતર આપવું જોઈએ.
રાહુલે કહ્યું કે આંદોલનમાં કેટલા ખેડૂતોના મોત થયા છે, સરકાર પાસે આંકડા નથી. સરકાર પાસે નથી તો અમારી પાસે છે, અમે યાદી આપીએ છીએ. રાહુલે કહ્યું, સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકાર ખેડૂતોને વળતર આપશે? તો કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે સરકાર પાસે આનો કોઈ રેકોર્ડ નથી તેથી આ પ્રશ્ન ઊભો થતો નથી.રાહુલે કહ્યું અમે તેના પર કામ કર્યું.અમારી પાસે 500 લોકોના નામ છે, જેમને પંજાબ સરકારે વળતર અને નોકરી આપી છે.
My interaction with members of the Press about the farmers’ crisis. https://t.co/9kfvhCNxER
— Rahul Gandhi (@RahulGandhi) December 3, 2021
રાહુલ ગાંધીએ કહ્યું, અમારી પાસે 403 લોકોની યાદી છે જેમને પંજાબ સરકારે 5 લાખ રૂપિયાનું વળતર આપ્યું છે અને 152 લોકોને નોકરી આપી છે. અમારી પાસે આવા 100 લોકોના નામ છે, જે અન્ય રાજ્યોના છે. ત્રીજી એવી યાદી છે, જે જાહેર માહિતીમાં છે અને સરળતાથી ચકાસી શકાય છે. પરંતુ સરકારનું કહેવું છે કે આવી કોઈ યાદી નથી.
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘જ્યારે વડાપ્રધાન કૃષિ વિરોધી કાયદો બનાવવા બદલ માફી માંગે છે, તો તેમણે સંસદમાં એ પણ જણાવવું જોઈએ કે તેઓ પ્રાયશ્ચિત કેવી રીતે કરશે – લખીમપુર મામલાના મંત્રીને ક્યારે બરતરફ કરવામાં આવશે? શહીદ ખેડૂતોને કેટલું વળતર આપવામાં આવશે? સત્યાગ્રહીઓ પરના ખોટા કેસો ક્યારે પાછા આવશે? MSP પર કાયદો ક્યારે? તેના વિના માફી અધૂરી છે!’