Rajkot News: લોકસભા ચૂંટણી 2024ના બધા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલના આંકડા કયો પક્ષ કેટલી બેઠકો મેળવશે તે દર્શાવી રહ્યા છે. એક્ઝિટ પોલના આંકડા મુજબ એનડીએ આગળ છે તેવો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મત છે.
વિજય રૂપાણીએ ચૂંટણી બાદ ભાજપ અને NDA કેટલી બેઠકો મેળવશે, તેનો ચિતાર આપતા જણાવ્યું કે, NDA 360 થી 370 બેઠક પ્રાપ્ત કરશે. 4 જૂનના રોજ પરિણામ નિશ્ચિત છે. NDA અને ભાજપ સરકાર જ સરકાર રચશે. રૂપાણીએ વિશ્વાસ સાથે કહ્યું કે, નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન બનાવવા. ભાજપે જે વચનો આપ્યા હતા તે પૂર્ણ કર્યા છે.
તેમણે વધુ જણાવતા કહ્યું કે, ભારતમાં આ વખતે એક જ મુદ્દો છે, નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા. તેમણે કહ્યું કે, મને આશા છે કે આ વખતે અપેક્ષિત કરતાં પણ વધુ બેઠક આવશે. વધુમાં, ગુજરાતમાં 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીતશે તેવા પ્રચંડ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું. રૂપાણીએ વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ ખોટા દાવા કરે છે. એક્ઝિટ પોલનો બહિષ્કાર કર્યો છે.
આ પણ વાંચો: સુરત SOGને મળી સફળતા, લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે ગેમઝોનના માલિકોની વધુ એક કરતૂતનો પર્દાફાશ
આ પણ વાંચો: આજથી ગાંધીનગરમાં વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ
આ પણ વાંચો: સિદ્ધપુર હાઇવે પર ટ્રેલરમાં આગ, જાનહાનિ ટળી