Ahmedabad News: આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી -2024ની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે-2024ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના માટે આગામી તારીખ 12 એપ્રિલ-2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.
લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવિણા ડી. કે.ના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આજથી આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તથા કઇ લોકસભા બેઠકમાં કઇ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે તે અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કરે માહિતી આપતાં જણાવ્યું કે ચૂંટણીલક્ષી ફરિયાદો માટે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબર 1950 જાહેર કરવામાં આવ્યો છે અને ટોલ ફ્રી નંબર 1800 233 1966 છે. ખર્ચ નિયત્રંણ માટે પણ અલગ અલગ 66 જેટલી ટીમોની રચના કરવામાં આવી આવી છે. રાજકીય પક્ષોને વિવિધ મંજૂરી લેવા માટે આજથી જ સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિત સબંધિત અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃરાજકોટમાં મનસુખ જાદવનું કારસ્તાન ખુલ્યું, મંદિરની જગ્યામાં દબાણ કર્યું
આ પણ વાંચોઃસુરતના કતારગામ વિસ્તારમાં આધેડે વીડિયો બનાવી આપઘાત કર્યો
આ પણ વાંચોઃવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી દારૂના જથ્થા સાથે રૂ. 40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે