@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં રાજકીય લેબોરેટરી ગણાતા બાયડ શહેર નગરપાલિકાની ચૂંટણી બાદ છેલ્લા બે મહિનામાં રાજકારણમાં તો ગરમાવો આવ્યો નથી પરંતુ નગરપાલિકામાં ફરજ બજાવતા કેટલાક વર્ષો જુના કર્મચારીઓ અને કેટલાક આઉટસોર્સ કર્મચારીઓએ ધડાધડ રાજીનામાં ધરી દીધા છે. જે જોતા એવું લાગી રહ્યું છે કે, “પાડાના વાંકે પખાલી ને ડામ” મોટા કદ્દાવર રાજકારણીઓ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો જેમાં નગરપાલિકામાં નોકરી કરી જીવન ગુજારો કરતા કર્મચારીઓનો ભોગ લેવાયો હોવાની ચર્ચા વાયુ વેગે બાયડમાં પ્રસરી છે.
રસીકરણ / અમેરિકામાં 12-15 વર્ષનાં બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિન
કેટલાક કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સીએ દબાણ કરી રાજીનામું અપાવ્યું
કેટલાક કર્મચારીઓનાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી બાદ નગરપાલિકાનાં કર્મચારીઓ પર રાજકીય કિન્નખોરી રાખવામાં આવી છે અને સત્તધારી પક્ષ દ્વારા કોન્ટ્રાકટ એજન્સી પર દબાણ કરી કર્મચારીઓનાં રાજીનામાં ધરી દેવા માટે આઉટસોર્સિંગ એજન્સીએ કર્મચારીઓ પર દબાણ કર્યું હતું.
રસીકરણ / અમેરિકામાં 12-15 વર્ષનાં બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિન
ભાજપની સત્તાથી ગરીબ વર્ગનાં જરૂરિયાતવાળા લોકોની રોજગારી છીનવાઈ
સરકાર એક તરફ ગુજરાતમાં બેરોજગારો માટે જુદા જુદા રોજગાર ભરતી મેળા યોજી બેરોજગારોને રોજગારી મળે તે માટે સતત પ્રયત્નશીલ હોવાનો દાવો કરે છે. જે માટે યુવનોનાં દિલમાં ભાજપ વસી છે. પરંતુ બાયડમાં સત્તાનાં નશામાં ચકચૂર બનેલા કેટલાક નેતાઓ રોજગારી મેળવી રહેલા કર્મચારીઓને નોકરી પરથી કથિત રૂપે કાઢી મૂકી બેરોજગારી વધારી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે જ નુકસાન કારક છે. ત્યારે બાયડમાં ભાજપનું નામ ખરાબ કરી રહેલા કેટલાક નેતાઓનાં કૃત્ય સામે જિલ્લા વહીવટી તંત્ર અને સરકારે આ બાબતે ઊંડી તપાસ હઠ ધરવી જોઈએ અને જવાબદાર નેતાઓ સામે યોગ્ય પગલાં ભરી આઉટસોર્સિંગ એજન્સી સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. બીજી તરફ બાયડ પાલિકનો તાજ ભાજપનાં શિરે આવતા કેટલાક કાર્યકરો અને નેતાઓ પક્ષ કરતા પોતાને મહાન માની રહ્યા છે. અને ખુલ્લી દાદાગીરી કરી સામાન્ય લોકોને એવી રીતે ડરાવી રહ્યા છે કે સરકાર અમારી છે, અમારૂ કોઈ નહી બગડે આવા સંજોગોમાં ભાજપ પક્ષે એ ના ભૂલવું જોઈએ સામાન્ય મતદારો થકી ભાજપ હાલ સત્તા ભોગવી રહ્યું છે.