બિહાર બંધ દરમિયાન થયેલી હિંસા અને અસામાજિક તત્વો દ્વારા તોડફોડને કારણે બિહાર પોલીસે આરજેડી નેતા અને લાલુ પ્રસાદ યાદવનાં પુત્ર તેજસ્વી યાદવ સહિત 27 લોકો સામે એફઆઈઆર નોંધી છે. આપને જણાવી દઇએ કે, 21 ડિસેમ્બરનાં રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ તેજસ્વી યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું, આ બંધને મહાગઠબંધનની તમામ પાર્ટીઓએ ટેકો આપ્યો હતો પરંતુ આ દરમિયાન શાંતિપૂર્ણ બંધને બદલે પટના સહિત સમગ્ર રાજ્યમાં ઘણી જગ્યાએ હિંસા ભડકી ઉઠી હતી.
રાજ્યભરમાં આરજેડી કાર્યકરો દ્વારા વિવિધ સ્થળોએ તોડફોડ કરવામાં આવી હતી, વિવિધ સ્થળોએ ટ્રેનો રોકી દેવામાં આવી હતી, અનેક સરકારી વાહનો અને રિક્ષાઓને નિશાનો બનાવવામાં આવી હતી. આથી પોલીસે કાર્યવાહી કરતાં તેજસ્વી યાદવ સહિત 27 લોકો પર પટનાનાં ડાકબંગલા ચોકમાં હોબાળો, ટ્રાફિક વિક્ષેપ કરવાનાં આરોપમાં એફઆઈઆર નોંધી, આ બધાને કલમ 147/149/188/341/504/ આઈપીસી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આપને જણાવી દઈએ કે, બિહાર બંધ બાદ તેજસ્વી યાદવે ટ્વિટર પર એક અનોખી રીતે પોસ્ટર ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું છે કે હું હિન્દુ છું, હું ભારતીય છું, હું એનઆરસી અને સીએએની વિરુદ્ધ છું. આપને જણાવી દઇએ કે, નાગરિકતા સુધારણા કાયદો 2019 ને તાજેતરમાં ગૃહમાંથી મંજૂરી મળી છે.
આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં શરણાર્થીઓને નાગરિકત્વ આપવાની દરખાસ્ત છે. કોંગ્રેસ અને અનેક સામાજિક સંસ્થાઓ સહિતનાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. દેશભરની મોટી યુનિવર્સિટીઓનાં વિદ્યાર્થીઓ પણ તેની સામે રસ્તાઓ પર છે. વિરોધ કરનારા કહે છે કે ધર્મનાં આધારે કાયદા બનાવવો એ ભારતનાં બંધારણ પર હુમલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.