ગીર સોમનાથ જિલ્લાની 4 વિધાનસભા બેઠકો પૈકી કોડીનાર વિધાનસભા બેઠક સૌથી ખાસ ગણવામાં આવે છે. કોડીનાર વિધાનસભા બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની નજર છે. કોડીનારના દિનુ બોઘા સોલંકી, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1995થી અત્યાર સુધી ગુજરાતની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યારે અહીંથી કોંગ્રેસના ધારાસભ્ય મોહન માલવ વાલા છે.
ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં કોડીનાર વિધાનસભા 92માં ક્રમાંકે છે અને આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાએ ભાજપ ઉમેદવાર રામભાઈ વાઢેરને જંગી બહુમતીથી હાર આપી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાને હરાવીને જીત મેળવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે ચૂંટણી મેદાનમાં ઉતરેલા તમામ રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે ચૂંટણી મેદાન તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આ ચૂંટણીના સમયગાળામાં આપણે વાત કરીએ ગીર સોમનાથની કોડીનાર વિધાનસભાની. ગીર સોમનાથની આ વિધાનસભા બેઠક જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાં સૌથી વિશેષ માનવામાં આવે છે. કોડીનાર વિધાનસભા બેઠક પર ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની નજર છે. કોડીનારના દિનુ બોઘા સોલંકી, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1995થી અત્યાર સુધી ગુજરાતની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ કોંગ્રેસના ધારાસભ્ય મોહન માલવ અહીંથી છે.
અડવી, અરણેજ, અરીઠીયા, આણંદપુર, આદપોકાર, આલીદર, ઇંચવાડ નાની, કડવાસણ, કડોદરા, કરેડા, કંટાળા, કાજ, કોડીનાર, ગીરદેવળી, ગોવીંદપુર, ડારીયા, ગોહીલની ખાણ, ઘાંટવડ, ચીડીવાવ, ચોહાણની ખાણ, છાછર, છારા, જગતીયા, જમનવાડા, જંત્રાખડી, જીથલા, ડોળાસા, દામલી, દુદાણા, દેવડી, દેવલપુર, નગડલા, નવાગામ, નાનાવાડા, પણાદર, પાવટી, પાંચ પીપળવા, પીછવા, પીછવી, પીપળવા બાવણા, પીપળી, પેઢાવાડા, ફાચરીયા, ફાફણી નાની, ફાફણી, મોટી, બરડા, બોડવા, માલગામ, માલશ્રમ, મીતીયાજ, મુળ દ્વારકા, મોરવડ, રોણાજ, વડનગર, વલાદર, વિઠલપુર, વેલણ, વેળવા, શેઢાયા, સયાજીરાજપરા, સરખડી, સાંઢણીધાર, સિંઘાજ, સુગાળા, હરમડીયા આ તમામ ગામોનો કોડીનાર તાલુકામાં સમાવેશ થાય છે.
MLA હત્યાનો આરોપ
1998, 2002 અને 2007માં સતત ત્રણ ચૂંટણી જીતનાર ભાજપના દિનુ બોઘા સોલંકી પર આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યાનો આરોપ હતો. અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ હાઈકોર્ટની બહાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં કેસ શરૂ થતાં દિનુ બોઘા સોલંકીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. જે બાદ ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના બી.ડી.કરસનનો વિજય થયો હતો. વર્ષ 2012માં ફરી એકવાર ભાજપમાંથી દાનાભાઈ સોલંકી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ભાજપના ગઢ ગણાતી કોડીનાર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના મોહનલાલ માલાભાઈ ધારાસભ્ય બન્યા હતા. અહીં ધારાસભ્ય ગમે તે હોય, આજે પણ દિનુ બોઘા સોલંકીનો દબદબો છે.
દિનુ બોઘા સોલંકીએ અમિત શાહને આશ્રય આપ્યો હતો
2010માં સીબીઆઈ શોહરુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસમાં અમિત શાહને શોધી રહી હતી. ત્યારબાદ કોડીનારના દાઉદ ગણાતા દિનુ બોઘા સોલંકીના બંગલે આશરો મળ્યો હતો. ત્યારથી દિનુ બોઘા સોલંકીની ગણતરી અમિત શાહના નજીકના લોકોમાં થતી હતી. પછી દિનુ બોઘાને રાજકીય સત્તા મળી. બાદમાં જેમ જેમ ભાજપની જીત અને તાકાત વધતી ગઈ તેમ તેમ દિનુ બોઘા પણ શક્તિશાળી બન્યા.
કોડીનારમાં 1975માં ચૂંટણીનો પ્રારંભ થયો હતો. ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસ ચાર વખત અને ભાજપ પાંચ વખત સત્તામાં છે. હાલમાં મોહન માલાભાઈ વાલા 2017થી આ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. હવે જોવાનું એ રહે છે કે આવનારી ચૂંટણીમાં ભાજપ કેટલું ચુંટણી મેદાન તૈયાર કરે છે કે પછી કોડીનાર વિધાનસભા બેઠક પર ફરી કોંગ્રેસનો દબદબો યથાવત રહેશે.
આ પણ વાંચો:આવતી કાલે સીએમ રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે, જાણો સંપૂર્ણ વિગત
આ પણ વાંચો:70 વર્ષ સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ II, રાજકુમારીથી મહારાણી સુધીની સફર