એક તરફ દેશભરમાં વરસાદે કહેર વરસાવ્યો છે. તો બીજી તરફ ગુજરાતમાં હજુ પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જેને પગલે ગીર સોમનાથનાં લોકોએ વરુણદેવને રીજવવા અનોખી રીતે પૂજા અર્ચના કરી હતી. આપને જણાવી દઈએ કે પ્રભાસતીર્થનાં ત્રિવેણી સંગમની નજીક બિરાજમાન સિદ્ધનાથ મહાદેવ મંદિરે અનોખી રીતે પૂજા-અર્ચના કરવાનું પ્રચલીત છે. લોકોનું માનવું છે કે આ પ્રકારે પૂજા અર્ચના કરવાથી વરૂણ દેવ પ્રસન્ન થશે.
આદી અનાદી કાળથી ચાલી આવતી પરંપરા મુજબ જ્યારે જ્યારે વરુણદેવ રીસાઇ છે, ત્યારે સોમનાથમાં વસવાટ કરતા અને ચંદ્રદેવનાં વંસજ ગણાતા સોમપૂરા બ્રાહ્મણ દ્વારા સિદ્ધનાથ મહાદેવ પર સતત ત્રણ દિવસ, મંદિરની બાજુમાં આવેલ જ્ઞાન વાવમાંથી પાણી ખેંચી અભિષેક કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લામા વાયુ વાવાઝોડા બાદ વરસાદ લંબાતા ખેડૂતો તેમજ વેપારીઓ અને લોકો વરસાદ માટે અનેક પ્રાર્થના તેમજ વિવિધ કાર્યક્રમો કરી રહ્યાં છે. ત્યારે પ્રભાસતીર્થ માં સોમપુરા બ્રહ્મ સમુદાય દ્વારા વરુણ દેવ ને રીઝવવા અનોખી પૂજા કરવા માં આવે છે. જેમાં શિવલિંગ ને પાણી માં ડુબાડી મહાદેવ ને મુંઝારો આપવા માં આવે છે.
પ્રભાસ પાટણ મા ત્રિવેણી સંગમ ની સામે આવેલ સુર્ય મંદિર ની બાજુમાં એક સિધ્ધનાથ મહાદેવ નુ મંદિર આવેલ છે જે લિંગ ના થાળ ઉપર સતત પાણીના બેડા અને સાધનો થી પાણી ભરી તેને મુંઝવા થી વરસાદ વરસે છે તેવી માન્યતા સાથે અવારનવાર વરસાદ ના સંકટમાં તે સિધ્ધાનાથ મહાદેવ ના મંદિર મા આવેલ થાળા મા ચિક્કાર પાણી ભરવાનો વિવિધ વિધિ દ્વરા પુજા કરવામાં આવે છે અને આ માટે ગામના સોમપુરા ભુદેવો આ મંદિર ની બાજુમાં આવેલ જ્ઞાનવાવ માંથી માનવ સાંકળ રશી પાણી થી થાળા ને ચિક્કાર કરવામાં આવે છે, અને આ દિવસ સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ તેમજ તિર્થ પુરોહિતો આદિ પરંપરા જ્યારે વરસાદ નો સંકટ હોય ત્યારે કરતા રહે છે. હવે આ પાણી સિધ્ધિનાથ મહાદેવ મંદિર ની અંદર સચાવાયેલ રહે તે માટે મંદિર ના ગર્ભ ગૃહ ના પ્રવેશ ની ત્રણ ફુટ દિવાલ ને પથ્થર તથા માટી થી બંધ કરવામાં આવે છે અને મંદિર ના થાળાને પાણી થી ભરી દેવામાં આવે છે અને સિધ્ધાનાથ મહાદેવ ને પાણી થી મુંઝાવામા આવે છે જેથી વરસાદ ના સંકટ સમય વહેલો વરસાદ વરસે તેવી શ્રધ્ધા અને માન્યતા છે, અને વરસાદ માટે પ્રાર્થના કરવામા આવે છે.
સોમનાથ સોમપુરા બ્રહ્માણ સમાજ ના અગ્રણી અને આ અનોખી પૂજા માં વિશેષ યોગદાન આપતા જયદેવ જાની કહે છે કે જ્યારે વરસાદ બહુ ખેંચાય ત્યારે અમે સૌ સોમપુરા બ્રાહ્મણ સમાજ ઉપવાસ રાખી ત્રણ દિવસ સુધી સિધ્ધિનાથ મહાદેવ ના મંદિર ને ભગવાન ને મુંઝવાનુ તૈમજ વિવિધ પુજાઓ લધુરૂદ, પાઠત્મક મહારૂદ અને વરૂણદેવના જાપ કરી પાર્થન કરવામા આવે છે, જેથી વહેલો વરસાદ વરસે.
પ્રભાસતીર્થ ના અતિ પૌરાણિક સિધ્ધાનાથ મહાદેવ ના મંદિર માં સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમુદાય ના તીર્થ પુરોહિતો દ્વારા જન કલ્યાણ અર્થે વરુણદેવ ને રીઝવવા ની અનોખી પૂજા અર્ચના થી બહાર આવતા ભાવિકો અચરજ સાથે સ્થાનિક ભૂદેવો ના કાર્ય ને બિરદાવી પણ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.