IND Vs NZ/ અંતિમ ટેસ્ટ મેચમાં શું છે હવામાન વિભાગની આગાહી? વાનખેડેની પિચ કરી શકે છે ભારતને લાભ

કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઈ જતાં દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીની નજર મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવારથી રમાનારી સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ પર ટકેલી છે.

Top Stories Sports
india vs new zealand 2nd test

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ આજે એટલે કે શુક્રવારથી મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમનાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો જે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. વિરાટ કોહલીની વાપસી બાદ ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની સંભાવના છે. શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ઇનિંગમાં શાનદાર સદી અને બીજી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં રમી શક્યા નથી. મયંક અગ્રવાલ પણ પ્રથમ ટેસ્ટમાં કઇ ખાસ કરી શક્યો નહતો. મુંબઈ ટેસ્ટ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવામાં વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટને ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે.

india vs new zealand 2nd test

આ પણ વાંચો – CRICKET RAGING / રૈના પહેલા વિરાટ કોહલીએ પણ રેગિંગની કહાની સંભળાવી હતી,સચિન તેંડુલકરના પગે માથું ટેકવ્યું હતું.

કાનપુરનાં ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થઈ જતાં દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીની નજર મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં શુક્રવારથી રમાનારી સીરીઝની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ પર ટકેલી છે. હવે સીરીઝનું પરિણામ આ મેચ પર નિર્ભર રહેશે. કાનપુરની ધીમી અને ઓછી ઉછાળવાળી પીચ પર ભારતીય સ્પિનરોએ 19 વિકેટ ઝડપી હતી અને મેચ માત્ર 1 વિકેટનાં તફાવત સાથે ડ્રો થઈ હતી. આવી સ્થિતિમાં હવે તમામની નજર મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમની પીચ પર ટકેલી છે. વાનખેડે પીચ પર સામાન્ય રીતે બાઉન્સ અને સ્પીડ જોવા મળે છે. જેનો ફાયદો ફાસ્ટ બોલરોને થાય છે. સ્ટેડિયમ દરિયા કિનારે બનેલુ હોવાને કારણે અહીં ઝડપી બોલરોને દરિયાઈ પવનનો લાભ પણ મળે છે. પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર વાનખેડે સ્ટેડિયમમાં ટર્નિંગ ટ્રેક તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે પહેલા દિવસથી સ્પિનરો માટે મદદરૂપ સાબિત થશે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનનાં સૂત્રોએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું છે કે વાનખેડેની પિચ પહેલા દિવસથી સ્પિનરો માટે મદદરૂપ થશે. સ્પિન એ ભારતીય ટીમની તાકાત છે.

india vs new zealand 2nd test

આ પણ વાંચો – ભારતનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ / ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે ટીમ ઈન્ડિયાના આફ્રિકા પ્રવાસ પર સસ્પેન્સ, CSAએ ઘરેલું મેચો કરી મુલતવી

હવામાનની આગાહી અનુસાર, શુક્રવારે મુંબઈમાં વરસાદની સંભાવના છે. આવી સ્થિતિમાં પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ચોક્કસપણે પ્રભાવિત થશે. આવી સ્થિતિમાં મેચમાં માત્ર ચાર દિવસ જ રમવાની સંભાવના છે. વળી, વરસાદને કારણે, મુલાકાતી ટીમનાં ઝડપી બોલરો પિચ અને મેદાન પર ભેજનો લાભ લેવાનો પ્રયાસ કરશે. મુંબઈમાં શુક્રવારે તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આકાશમાં વાદળો યથાવત રહેશે. વરસાદની સંભાવના સાથે પવન પણ 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. વરસાદ અને સૂર્યપ્રકાશ સાથે હવામાન ભેજવાળું હોઈ શકે છે. જો મુંબઈમાં ભારે વરસાદ થશે તો તેની અસર શુક્રવારે રમત પર પણ પડી શકે છે. વરસાદ ટીમોનાં સંયોજનને પણ અસર કરી શકે છે.

બીજી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:

શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, અજિંક્ય રહાણે, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, આર અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ.