બીજેપીમાં થશે બબાલ કે પછી.../ આ શું! મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે એક જ પરિવારમાંથી ત્રણ સભ્યોએ ટિકિટની દાવેદારી નોંધાવી

મહેમદાવાદ સીટ પર ભાજપ માંથી એક પરિવારના ત્રણ સભ્યએ ટિકિટ માટે દાવેદારી નોંધાવતા રસાકસીનો ખેલ જામ્યો છે

Top Stories Gujarat Others
8 1 4 આ શું! મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે એક જ પરિવારમાંથી ત્રણ સભ્યોએ ટિકિટની દાવેદારી નોંધાવી

ગુજરાતની ચૂંટણીની તારીખ તો જાહેર થઇ નથી પરંતુ રાજકારણ બરોબર ગરમાયું છે. જુદા-જુદા પક્ષે ઉમેદવારોના નામની નોંધણી શરૂ કરી ત્યારથી જ એક પછી એક રાજરમત બહાર આવી રહી છે. તેમાં હવે મહેમદાવાદ સીટ પર ભાજપ માંથી એક પરિવારના ત્રણ સભ્યએ ટિકિટ માટે દાવેદારી નોંધાવતા રસાકસીનો ખેલ જામ્યો છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ 27 અને 28 એમ બે દિવસ છ વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. મહેમદાવાદ વિધાનસભામાં ભાજપમાંથી પૂર્વ મંત્રી એવા સુંદરસિંહ ચૌહાણના પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓએ ટિકિટ માંગી છે. જેમાં સુંદરસિંહ ચૌહાણનો ભત્રીજો અને બે પુત્ર વધુએ એટલે કે, જેઠ, જેઠાણી અને દેરાણી ત્રણેય મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે ભાજપ માંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.

મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ચાર વખત ધારાસભ્ય પદે ચૂંટાઈ ચૂકેલા, બે વખત રાજ્યકક્ષાના મંત્રી તથા એક વખત સંસદિય સચીવ રહી ચૂકેલા સુંદરસિંહ ચૌહાણનો ભત્રીજો પ્રવિણસિંહ માનસિંહ ચૌહાણ, પ્રવિણસિંહના પત્ની નીતાબેન પ્રવીણસિંહ ચૌહાણ તથા અન્ય ભત્રીજા વહુ દીપિકાબેન જીગ્નેશ કુમાર ચૌહાણે મહેમદાવાદ વિધાનસભા બેઠક માટે ભાજપમાં ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે. એટલે એક જ પરિવારમાં પતિ – પત્ની, અને દેરાણી – જેઠાણી એકબીજાની સાથે ઉભા રહેવાની જગ્યાએ એકલા ઉભા રહેવાની વેતરણમાં લાગી ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ બાબતે મીડિયા સાથે વાત કરતા દીપિકાબેનના પતિ જીગ્નેશકુમાર ચૌહાણ કહ્યું હતું, અમારે તો રાજકારણમાં આવવું છે. ટિકિટ જેને મળે તેને અમે ખુશ છીએ. અમે તો સંયુક્ત પરિવારમાં રહીએ છીએ માટે બધા સાથે જ છીએ. જો કે ચૂંટણી નિષ્ણાંતોનું માનવું છે કે આ વાત ગળે ઉતરે તેમ નથી.

બીજી બાજુ ભાજપના કદાવર નેતા  મહેમદાવાદ વિધાનસભામાં હાલમાં કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય એવા અર્જુનસિંહ ચૌહાણ પણ ટિકિટ માંગી છે. આ સીટ પર બીજેપી કોને ટિકિટ આપે છે તે જોવુ રસપ્રદ બની રહેશે. કારણ કે ભૂતકાળમાં આંતરિક વિખવાદોના કારણે ભાજપે આ સીટ ગુમાવી પડી હતી. જો કે આ વખતીનું ફિલ્માંકન જુદા જ સમીકરણો સ્પષ્ટ કરે છે, છતા આ સીટ માટે તો વેઇટ એન્ડ વોચ..