શતરંજ/ પાટીલે એવો કયો નિર્ણય કર્યો કે જેનાથી લાકડી પણ ના તૂટી અને સાપ પણ મારી ગયો એ કહેવત સાચી ઠરી, જાણો

એક નેતા AMCની કામગીરી કમલમ ખાતે કરી રહ્યા હતા ત્યારે પ્રદેશ અધ્યક્ષ સંગઠન મહામંત્રી અને એક મહામંત્રીએ એવી લાઠી ફેરવી કે નેતાએ કામ પણ બંધ કરી દીધું અને કોઈ વિવાદ પણ ના થયો

Gujarat Mantavya Exclusive
શતરંજ

સાપ પણ મરી ગયો અને લાકડી પણ તૂટી નહીં. ભાજપ શાસકોના કામ કરવાની આ પધ્ધતિ છે. જાણે ભાજપમાં કાર્યકરોને ગળથુથીમાં એવું પીવડાવવામાં આવે છે કે, કામ એવી રીતે કરો કે સાપ પણ મારી જાય અને લાઠી પણ તૂટે નહીં. તાજેતરમાં એક એવી ઘટના બની હતી જેમાં અમદાવાદના એક નેતાના કેટલાક અયોગ્ય કાર્ય અને કાર્યપધ્ધતિને પાર્ટી અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી કોઈને જાણ થાય નહીં એ રીતે માત્ર ઠપકો આપીને બંધ કરાવી દીધું.

ઘટના એવી છે કે ભાજપના એક મહિલા નેતાને તેની કારકિર્દીની શરૂઆતથી જ ચર્ચામાં રહેવાનો શોખ છે.પાર્ટીમાં તેમનું આગમન અગાઉના સંગઠનમાં થયું હતું જયારે તે પાર્ટીમાં જોડાયા નહોતા ત્યારથી એટલે કે પહેલેથી જ તેમને બીજેપીમાં શ્રદ્ધા છે. તેમણે ખુબ જ સીફ્તતા પૂર્વક પોતાના પતિ સાથે મળીને એક કંપની શરુ કરી હતી અને બાદમાં AMC નાં એક બ્રમ્હ ‘નેતા’ સાથે મળીને AMC ની કેટલીક કામગીરી એ કંપનીમાં લીધી હતી અને તે ખાનગી કામ પાર્ટીની કામગીરી બાજુ પર મૂકીને પોતાની અંગત કામગીરી શરૂ કરી દીધી હતી. કામગીરી શરુ તો કરી પરંતુ તે કામગીરી ભારતીય જનતા પક્ષનાં મંદિર સમાન કાર્યાલયે શરુ કરી. જે ભાજપ શાસકો ક્યારેય ચલાવી લે નહીં. મંદિરમાં તો માત્ર ભગવાનની જ પૂજા થાય અને પક્ષને દેવ માનતા હોદ્દેદારો તેમના મંદિરમાં કોઈની મનમાની સાંખે નહિ.

આ નેતાએ અન્ય બે લોકો સાથે મળીને થોડા સમય અગાઉ એક કંપની શરૂ કરી હતી અને AMCનાં કામ તે કમલમ ખાતે કરવાના શરૂ કરી દીધા હતા અને લાખો રૂપિયાની કમાણી સમાજ અને રાજકીય સેવાના સ્થાન પર શરૂ કરી. એક દિવસ આ વાતની જાણ પાર્ટી અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીને થઇ ગઈ. પછી તો શું…..! પાર્ટી અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી અને એક મહામંત્રીએ તે નેતાને બોલાવીને એ રીતે કહ્યું કે આ બાબત કોઈ મોટો વિવાદ પણ બની નહીં અને નેતાએ તેની કાર્યપધ્ધતિ સંપૂર્ણપણે બદલી નાખી. આટલી કુનેહથી કામ કરવાની રીતના કારણે જ પાર્ટી અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીને તેમના પદની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યમાં દર કલાકે ૧૧૫ મોતીયાનાં નિ:શુલ્ક ઓપરેશન થાય છે : ૪ મહિનામાં ૩.૩૦ લાખ ઓપરેશન