છેલ્લા કેટલાય સમયથી lrd અને બિન અનામત વર્ગના લોકો ગાંધીનગર ખાતે પોતાના હક્ક માટે આંદોલન કરી રહ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા સમાજના લોકોએ સરકાર સાથે આ મુદ્દે ચર્ચા વિચારના પણ કરી હતી. પણ જ આ મુદ્દે ઝૂકવા તૈયાર નાં હતું. આ મુદ્દે આજે ઉચ્ચસ્તરીય મંત્રી મંડળની બેઠક cm ના નિવાસ સ્થાને મળી હતી.
ત્યાર બાદ હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદ આ મામલે ઘણી મહત્વની છે. સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. LRD પરિપત્રને લઈને પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલ પણ હાજર રહ્યા છે.
આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, આંદોલનને પૂર્ણ કરવા માટે સરકારે પ્રયત્ન કર્યો છે. મુખ્યમંત્રીએ બંને પક્ષના અગ્રણીઓ સાથે ચર્ચા કરી છે. સરકારે સમાધાન યોજના ઘડી છે. 62.5 ટકા માર્કસ મેળવે તેની ભરતી કરાશે. જુના પરિપત્રને ધ્યાને નહિ લેવાય. બક્ષીપંચની બહેનોની 1,834 ના બદલે 3,248 ભરતી થશે. ST ની 476 ના બદલે 511 બહેનોની ભરતી કરાશે. જનરલ કેટેગરીમાં 883 ઉમેદવારોને મળશે નોકરી. LRD માં કુલ હવે 5,227 ઉમેદવારોની ભરતી કરાશે. તમામ વર્ગના ઉમેદવારોને થશે ફાયદો
સવા લાખથી વધુ કર્મીઓની સરકારે ભરતી કરી છે. તેજસ્વી યુવાનો સરકારી નોકરીમાં આવે તે હેતુ છે. બધાજ લોકો રાજ્ય સરકાર માટે સમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.