Not Set/ પેશાવરમાં સ્થિત દિલીપકુમારના પૂર્વજોની હવેલી શું થશે ?

દિલીપ કુમાર અને રાજ કપૂરની પૂર્વજોની હવેલીઓને તત્કાલીન નવાઝ શરીફ સરકારે રાષ્ટ્રીય વારસો જાહેર કર્યા હતો,હાલ કાયદાકીય પ્રક્રીયા અંતિમ તબ્બકામાં છે તે પત્યા બાદ તેને મ્યુઝીયમમાં પરિવર્તિત કરાશે.

Entertainment
haveli પેશાવરમાં સ્થિત દિલીપકુમારના પૂર્વજોની હવેલી શું થશે ?

ભારતીય સિનેમામાં પોતાની અદાકારી નિભાવનાર શ્રેષ્ઠ અને  દિગ્ગજ અભિનેતા અને ટ્રેજેડી કિંગ’ દિલીપ કુમાર 7 જુલાઇની સવારે લાંબી બીમારી બાદ મુંબઇની એક હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. તે લાંબા સમયથી બીમાર હતા દિલીપકુમારને પૂરા રાજ્યકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી અને આ રીતે ભારતીય સિનેમાનો એક યુગ પૂરો થયો હતો. તેમના અવસાન બાદ બોલિવૂડ શોકની લહેરમાં ગરકાવ થઈ ગયું. ઉલ્લેખનીય છે કે  દિલીપકુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવર શહેરમાં થયો હતો. ભાગલા પછી દિલીપકુમારનો પરિવાર પાકિસ્તાનથી મુંબઇ આવી  ગયો હતાે. પરંતુ દિલીપકુમાર હમેશા તેમનું બાળપણ અને તેમનું ઘર યાદ કરતાં હતા.

દિલીપકુમારની આ જૂની પૂર્વજોની હવેલી પાકિસ્તાન પ્રાંતના ખ્વાનીબજાર વિસ્તારમાં આવેલી છે. દિલીપકુમારની પૂર્વજ હવેલી અને કપૂર હવેલી નજીકમાં જ આવેલી  છે. રાજ કપૂર અને દિલીપ કુમારે 1947 માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પહેલા આ ઇમારતોમાં તેમના જીવનનો પ્રારંભિક સમય પસાર કર્યો હતો. ભારત આવ્યા પછી દિલીપકુમાર ઈચ્છતા હતા કે આ હવેલીને કોઈ સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવે, જેથી તેના પૂર્વજોની યાદો સચવાય. પરંતુ આજે છેલ્લા શ્વાસ સાથે, આ ઇચ્છા પણ તેમની દફન થઇ ગઇ.

haveli 1 પેશાવરમાં સ્થિત દિલીપકુમારના પૂર્વજોની હવેલી શું થશે ?દિલીપકુમારની આ હવેલી તે સમયે સમાચારોમાં હતી જ્યારે એક પાકિસ્તાની પત્રકારે સોશ્યલ મીડિયા પર તેમના પૂર્વજોના ઘરની કેટલીક તસવીરો શેર કરી હતી, જેને જોઈને દિલીપકુમાર ખુશ થયા હતા. દિલીપકુમારની આ હવેલી 100 વર્ષથી પણ વધુ જૂની છે.

વર્ષ 2014 માં દિલીપ કુમાર અને રાજ કપૂરની પૂર્વજોની હવેલીઓને તત્કાલીન નવાઝ શરીફ સરકારે રાષ્ટ્રીય વારસો જાહેર કર્યા હતા. તે પછી, ખૈબર પખ્તુનખ્વા પ્રાંતિજ સરકારે તેને સંગ્રહાલય બનાવવા માટે પહેલ કરી. પરંતુ આ મામલો પાકિસ્તાન સરકાર અને હાલના માલિક વચ્ચે ફસાયો. હવે પૂર્વજોની હવલી ઉપર ઓપચારિક સંરક્ષણની પ્રક્રિયા ચાલી રહી છે. હાલના માલિકોને આ કામ માટે 18 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો. પણ અફસોસ, હવેલીના સુધારણા પહેલા જ દિલીપ સાબ જગત છોડી ચાલ્યા ગયા છે.

haveli 2 પેશાવરમાં સ્થિત દિલીપકુમારના પૂર્વજોની હવેલી શું થશે ?પાકિસ્તાન પુરાતત્ત્વવિદના નિયામક અબ્દુસ સમાદે તેને પેશાવરના ડેપ્યુટી કમિશનરને સોંપ્યો છે.  બંને મકાનોના હાલના માલિકોને અંતિમ નોટિસ ફટકાર્યા પછી સરકારે આ પગલું ભર્યું છે. ખૈબર પખ્તુનખ્વાના પુરાતત્ત્વીય નિયામક અબ્દુસ સમાદના જણાવ્યા મુજબ સરકાર ટૂંક સમયમાં બંને હાવલીઓનો કબજો લેવા જઈ રહી છે અને બંને હાવલીઓના સમારકામનું કામ શરૂ કરશે. અહેવાલમાં જણાવાયું છે કે ‘સરકાર બંને મહાન કલાકારોની પૂર્વજોની હવેલીઓને સાચવવા અને તેમને સંગ્રહાલય તરીકે વિકસાવવા પ્રયાસ કરી રહી છે.