રાજયમાં કોરોના વાયરસના કારણે સ્કૂલો બંધ છે અને શેક્ષણિક સત્ર ઓનલાઇન ચાલે છે, ત્યારે સરકાર દ્વારા આ દિશામાં વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારે હવે ધોરણ 3 થી 12 ની સાપ્તાહિક પરીક્ષા વૉટ્સએપ પર લેવાનો નિર્ણય કર્યો છે, જેનાથી બાળકોમાં વધુ શિક્ષણ સાથે પરીક્ષાનો બોજો ઘટશે. આ ઉપરાંત રાજ્યમાં ધોરણ 10 અને 12 નું શૈક્ષણિક સત્ર તેમજ યુનિવર્સિટિના યુજી અને પીજીના અભ્યાસક્રમ ચાલુ કરવામાં આવ્યો છે.
પ્રથમ તબક્કામાં આગામી 23 મી જાન્યુઆરીના રોજ ધોરણ.3થી 5ના વિદ્યાર્થીની કસોટી લેવામાં આવશે. ત્યાર બાદ દર અઠવાડીયે આ કસોટી લેવાશે. 23મી જાન્યુઆરીએ યોજાનારી વોટ્સએપ બેઈઝડ સપ્તાહ કસોટી દુરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત થતાં ધોરણ.3થી 8ના વિષય વસ્તુ આધારીત અને ધોરણ.9થી 12 માટે ગુજરાત વર્ચ્યુઅલ શાળાના લાઈવ ક્લાસિસના વિષય વસ્તુ આધારીત બહુવિકલ્પી પ્રકારના પ્રશ્નો પુછવામાં આવશે. વોટ્સએપ પર પ્રશ્નોના જવાબ આપ્યા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે.
વિદ્યાર્થીઓ કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકશે?
શિક્ષણ વિભાગે જાહેર કરેલ ‘8595524523’ નંબર વિદ્યાર્થીઓએ સેવ કરી ફ્ક્ત હેલો લખશે તો ક્વિક રિપ્લાય મળશે. ત્યારબાદ વિદ્યાર્થીએ શાળાનો યુડાયસ કોડ લખીને મોકલવાનો રહેશે. જેથી સામેથી રિપ્લાયમાં સ્કૂલની વિગતો આવશે. ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની ધોરણની વિગતો આપવાની રહેશે.ત્યાર બાદ નામની ખરાઈ કરતા નોંધણી થઈ હોવાનો રિપ્લાય આવશે. ત્યારબાદ વિદ્યાર્થી વોટ્સએપ પર પરીક્ષા આપી શકશે. 10 પ્રશ્નોના જવાબ આપી દીધા બાદ તરત જ તેનું પરિણામ આવી જશે અને સાચા જવાબની એક ફાઈલ પણ મોકલાશે. જેમાં વિદ્યાર્થીને કચાશ જણાશે તો તે મુદ્દાની લીંક પણ મોકલાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…