રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ ત્રીજી ફાઈનલ હશે. આ પહેલા ટીમ 2014માં ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, પરંતુ ત્યારબાદ તેને શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. 2007માં, ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમી અને પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું. 10 વર્ષના લાંબા ગાળા બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ફાઈનલમાં પહોંચવામાં સફળ થઈ છે. આવી સ્થિતિમાં હવે ચાહકો રોહિત શર્મા અને કંપની પાસેથી આશા રાખી રહ્યા છે કે ટીમ 2013થી ચાલી રહેલા ICC ટ્રોફીના દુકાળને ખતમ કરવામાં સફળ રહેશે.
કેવી રહી હતી ભારતની છેલ્લી T20 વર્લ્ડ કપની ફાઈનલ?
2014માં બાંગ્લાદેશ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતનો સામનો શ્રીલંકા સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 130 રન બનાવવા સફળ રહી હતી. વિરાટ કોહલીએ 58 બોલમાં 77 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન યુવરાજ સિંહ હારનો ગુનેગાર હતો, તેને 21 બોલમાં માત્ર 11 રન બનાવ્યા હતા. શ્રીલંકાના બોલરોએ છેલ્લી કેટલીક ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને ભારતને ઓછા સ્કોર સુધી રોકી દીધું હતું.131 રનના આ ટાર્ગેટનો પીછો કરવામાં શ્રીલંકાની ટીમ 17.5 ઓવરમાં 6 વિકેટે સફળ રહી હતી. આ જીત સાથે શ્રીલંકાએ 2011ના વર્લ્ડ કપનો સ્કોર પણ ભારત સાથે સરલ કરી લીધો હતો.
હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે છે
10 વર્ષની લાંબી રાહ બાદ ભારતે ફરી એકવાર T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ વખતે તેનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે જે આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં છે. T20 વર્લ્ડ કપ 2024માં બંને ટીમો અત્યાર સુધી અપરાજિત રહી છે અને T20 વર્લ્ડ કપનો એવો રેકોર્ડ છે કે આજ સુધી કોઈ અપરાજિત ટીમ ટાઈટલ જીતવામાં સફળ રહી નથી, પરંતુ આ વર્ષે આ રેકોર્ડ પણ તૂટી જશે.
આ પણ વાંચો: ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં દમદાર એન્ટ્રીઃ ભારતે સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડને 68 રને હરાવ્યું
આ પણ વાંચો: T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં પંહોચ્યુ
આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવને લાગ્યો જટકો! ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ ટી20માં નંબર 1નું સ્થાન છી