world war 3/ ક્યારે થશે ત્રીજુ વિશ્વ યુધ્ધ, ઈઝરાયલ-ઈરાન નહી અન્ય બે દેશો કરશે જંગની શરૂઆત

ક્યારે થશે ત્રીજુ વિશ્વ યુધ્ધ, ઈઝરાયલ-ઈરાન નહી અન્ય બે દેશો કરશે જંગની શરૂઆત

Top Stories World
Beginners guide to 2024 04 14T190446.265 ક્યારે થશે ત્રીજુ વિશ્વ યુધ્ધ, ઈઝરાયલ-ઈરાન નહી અન્ય બે દેશો કરશે જંગની શરૂઆત

World News : ઈરાને 13 એપ્રિલ 2024ની રાત્રં ઈઝરાયલ પર અચાનક ડ્રોન અને મિસાઈલોથી હુમસલો કરી દીધો. આર્ટિલરી ફાયરિંગ પણ કરાયું હતું. ત્યારબાદ સોશિયલ મિડીયા પર એવી ચર્ચા શરૂ થઈ કે વર્લ્ડ વોર 3 શરૂ થવાની છે. શું એવું થઈ શકે. આશંકા છે પરંતુ ડિફેન્સ એક્સપર્ટનું માનવું છે કે ત્રીજુ વિશ્વ યુધ્ધ દુનિયાના બે શક્તિશાળી દેશો વચ્ચે શરૂ થશે.

ઈઝરાયલ – ફિલીસ્તીન, ઈઝરાયલ-હિજબુલ્લાહ. ચાન-તાઈવાન, અજરબૈજાન-આર્મેનિયામાં જંગ શરૂ થયો હતો. રશિયા અને યુક્રેનનું યુધ્ધ હજી ચાલુ ચે. ઈઝરાયલ વિરૂધ્દ જેહાદી કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે. વૈશ્વિક વેપારને રોકવા માટે લાલ સાગર, અદનની ખાડી, અરબ સાગરમાં વ્યાપારિક અને સામરિક જહાજોને મિસાઈલ અને ડ્રોનથી નિશાન બનાવાઈ રહ્યા છે. તમામ એકબીજાથી જોડાયેલા છે.

એ નક્કી છે કે ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે. પરંતુ હજી કેટલાક દેશો  અને આંતરરાષ્ટ્રિય સંસ્થાઓ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. શામ,દામ અને દંડ અને ભંદની નિતી સાથે તમામ પ્રકારના પેંતરાનો ઉપયોગ કરીને જંગ રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

એવું કહેવાય છે કે ત્રીજુ વિશ્વ યુધ્ધ ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થશે. કારણકે ચીનની પાપલ્સ લિબરેશન આર્મી  અને તેની તમામ અન્ય સૈન્ય ટુકડીઓ અને સેનાઓએ દક્ષિણ ચીન સાગર, પસ્ચિમી પિલીપીન સાગરમાં કેટલીય જગ્યાઓ અને દ્વીપો પર પોતાનો કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે.

પારાસેલ આઈલેન્ડમાં ચીને 20 આઉટપોસ્ટ બનાવી છે. વુડી અને ટ્રિટન આઈલેન્ડ પર નવી પોઝિશન બનાવી રહ્યું છે. અહીં ચીનની સેના અને કોસ્ટગાર્ડના સ્ટેશન છે. સુબી રીફ પર ચીને કબજો જમાવ્યો ચે. અહીં આર્ટિફિશિયલ મિલેટરી બેઝ બનાવી રાખ્યો છે. જેમાં 3000 ફૂટનો નાનો રનવે પણ છે. ત્યાં પણ ચીની સેના અને કોસ્ટગાર્ડના સ્ટેશન છે.

વ્હિટ્સન રીફ પર પ્લોટીંગ આઉટપોસ્ટ બનેલી છે. અહીં લગાતાર ચીનની સેના અવગજવર કરે છે. જોકે હાલ તેનો કબજો નથી. ફિલીપાઈન્સની સીમા માં મોજુદ મિસચીફ રીફ પર ચીને કબજો જમાવી રાખ્યો છે.

વિયેતનામની સીમાની અંદર આવતા વેનગાર્ડ બેંન્ક પર કેટલાય વિયેતનામીન તેલ અને ગેસ કંપનીઓના સ્ટેશન છે. અહીં ચીની કોસ્ટગાર્ડ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરે છે. મલેશિયાના કબ્જા વાળા સમુદ્રી વિસ્તારમાં લુકોનિયા સોલ્સ પર મલેશિયન તેલ કંપનીઓના પાંચ આઉટપોસ્ટ છે. ત્યાં પમ ચીના ઘુસપેઠનો પ્રયાસ કરે છે.

ફિલિપાઈન્સના સમુદ્રી વિસ્તારમાં આવતા સેકંન્ડ થોમસ શોલ પર ચીન સિયેરા માદ્રે બ્લોકેડ બનાવી રાખ્યું છે. અહીં ચીની નૌસેના અને કોસ્ટગાર્ડના જહાજને જાણીજોઈને અટકાવે ચે. રિસપ્લાય મિશનને રોકવાનો પ્રયાસ કરે છે.

જે દિવસે તાઈવાન પર ચીન હૂમલો કરશે ત્યારે તેની અસર પૂરી દુનિયા પર પડશે. અમેરિકા તાઈવાનની મદદ માટે આવશે. તેની સાથે નાટો દેસ આવશે. ત્યારે ચીન તેના મિત્ર દેશો એટલેકે ઉત્તર કોરિયા, રશિયા, પાકિસ્તાન અને અન્ય ઈસ્લામિક દેશો સાથે મળીને નાટો સેનાથી જંગ લડશે.

યુરોપ અને ચીનમાં પ્રોક્સી વોર ચાલે છે. અમેરિકા પણ તેમાં યુરોપિયન દેશોની મદદ કરે છે. ચીન તેની સેનાને નવા હતિયારો આપી રહ્યું છે. મિસાઈલોની ટ્રાયલ કરાવી રહ્યું છે.

જેને પગલે રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે ત્રીજુ વિશ્વ યુધ્ધ અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા જંગ બાદ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર 

આ પણ વાંચો:Armed Forces/ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું તો કોણ જીતશે?