ઓટાવાઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની કેનેડામાં હત્યા બાદ બે દેશ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતનું ફરી એકવાર કડક વલણ સામે આવ્યું છે. કેનેડામાં ભારતના હાઇકમિશ્રર સંજય કુમારે ઓટાવામાં આતંકવાદીની હત્યામાં કેનેડા સરકારના આરોપ મામલે પુરાવા રજુ કરવા અપીલ કરી છે. ધ ગ્લોબલ એન્ડ મેલને આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારતીય રાજદૂતે આ નિવેદન આપ્યું છે.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારના એજન્ટોની સંડોવણી હોવાના આરોપ લગાવ્યા બાદ ભારતીય રાજદૂતનું આ નિવેદન સામે આવ્યું છે. જોકે, ટ્રુડોએ આ આરોપ લગાવ્યા ત્યારે જ ભારત સરકારે તેને વાહિયાત અને કોઇ ઉદ્દેશથી પ્રેરિત હોવાનું જણાવ્યું હતું.
ભારત સરકારે કેનેડાના વડાપ્રધાનના બેજવાબદાર નિવેદન બાદ કેનેડાના રાજદૂતને હાંકી કાઢ્યા હતા. કેનેડામાં ભારતીય રાજદૂત સંજય વર્માએ આ વાત પર ભાર મુક્યો કે નિજ્જરની હત્યામાં ભારતની કથિત સંડોવણી મામલે કેનેડા કે તેમના સહયોગીઓએ ભારતને કોઇ નક્કર પુરાવા આપ્યા નથી.
ભારતીય રાજદૂતે કહ્યું કે કેનેડાના વડાપ્રધાને નિજ્જરની હત્યા મામલે જાહેરમાં કરેલા નિવેદનને પગલે પોલીસ તપાસને નુકસાન પહોંચ્યું છે. આ મામલે અમને તપાસમાં મદદ માટે કોઇ વિશેષ અથવા સંબંધિત માહિતી પુરી પાડવામાં આવી નથી. તેમણે આગળ કહ્યું કે, પુરાવા ક્યાં છે? તપાસનું તારણ ક્યાં છે? હું એક ડગલું આગળ જઈને કહીશ કે તપાસ પહેલાથી જ કલંકિત થઈ ગઈ છે. તેમણે પૂછ્યું કે શું આની પાછળ ભારત અથવા ભારતીય એજન્ટોનો હાથ છે એવું કહેવા માટે ઉચ્ચ સ્તરેથી કોઈ સૂચના આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp,Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.