International/ WHOએ વિશ્વભરના દેશોને જીનોમિક સિકવન્સિંગની મદદથી કોરોનાના તમામ નવા વેરિએંટને શોધવા કવાયત શરૂ કરવાની હાકલ કરી, હાલમાં યુકે અને સા.આફ્રિકામાં સૌથી ઘાતક નવા સ્ટ્રેન મળ્યાં | UKમાં કોરોના વાયરસના નવા પ્રકારને લીધે અત્યાર સુધીના સર્વાધિક 41,400 નવા કેસ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા, આ સાથે યુકેમાં 23 લાખથી વધુ કુલ કેસ થઈ ગયા | અમેરિકાએ કોરોના પીડિતને મળનારી સહાય વધારીને હવે 2 હજાર ડોલર કરી નાખી, એટલે કે પ્રત્યેક કોવિડ પોઝિટિવ વ્યક્તિને લગભગ દોઢ લાખ રૂપિયા અપાશે | સા.આફ્રિકામાં ફરી એકવાર દૈનિક કેસ ઝડપથી વધી રહ્યાં, છેલ્લાં 24 કલાકમાં 7,400થી વધુ નવા કેસ નોંધાયા, આ સાથે સા.આફ્રિકામાં કુલ કેસ હવે 10 લાખને પાર થઈ ગયા | સા.આફ્રિકામાં નવા પ્રકારના કોરોના વાયરસને લીધે કર્ફ્યૂ સહિતના કડક નિયંત્રણો લાદી દેવાયા, આ ઉપરાંત આલ્કોહોલ પર પણ બેન લગાવી દેવાયો | જર્મનીમાં પણ સેકન્ડ વેવ હાહાકાર મચાવ્યો, છેલ્લાં 24 કલાકમાં 15 હજાર નવા કેસ નોંધાયા, છેલ્લાં 24 કલાકમાં જ 674 લોકોના મૃત્યુ થયા, જે યુએસ બાદ બીજા ક્રમે સૌથી વધુ | અમેરિકામાં છેલ્લાં 24 કલાકમાં 1800થી વધુના મોત થયા, આ સાથે અમેરિકામાં મૃત્યુઆંક હવે સાડા ત્રણ લાખની નજીક પહોંચી ગયો | રશિયામાં છેલ્લાં 24 કલાકમાં 27 હજારથી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે કુલ કેસ હવે 30 લાખને પાર થઈ ચૂક્યો

Breaking News