આ વર્ષની શરૂઆતમાં, યુરોપમાં કોરોના વાયરસનાં રોગચાળાને કારણે કહેર સર્જાયો હતો. હવે આ વાયરસ એકવાર ફરી અહીં તાંડવ મચાવવા તૈયાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ હવે ફરી યુરોપ વિશે ચેતવણી આપી છે. WHO એ જણાવ્યું છે કે યુરોપમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે અહીંની પરિસ્થિતિ ખૂબ ‘ગંભીર‘ બનવા જઈ રહી છે. WHO કહે છે કે કોવિડ-19 નાં ચેપનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. આ જોતા માંગ વધી છે કે, યુરોપિયન સરકારે કડક રીતે સ્થાનિક પગલા અમલમાં મૂકવા જોઇએ.
WHO એ પોતાના નિવેદનમાં ફરી એક વાર લોકડાઉનની અપીલ કરી છે. WHO કહે છે કે યુરોપમાં કોરોના રોગચાળાનાં બીજા તબક્કાને રોકવા માટે લોકડાઉનની સખત જરૂર છે. WHO નાં પ્રાદેશિક નિયામક હંસ ક્લગે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હવે યુરોપમાં જે બનવાનું છે, તેની ઘણા સમય પહેલા ચેતવણી આપવામાં આવી હતી. ક્લગ યુરોપમાં WHO નાં વડા છે. હંસ ક્લગે કહ્યું કે, ‘હવે દર અઠવાડિયે જે કેસો સામે આવે છે તે બિલકુલ એવા જ છે જે માર્ચમાં યુરોપમાં સામે આવતા હતા. ગયા અઠવાડિયે, આ ક્ષેત્રમાં ચેપગ્રસ્ત દર્દીઓનો સાપ્તાહિક આંક 3,00,000 દર્દીઓ સુધી પહોંચી ગયો છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા બે અઠવાડિયામાં યુરોપનાં અડધા દેશોમાં નવા કેસ 10 ટકા સુધી વધ્યા છે. ક્લગનાં જણાવ્યા અનુસાર, તેમા સાત દેશો એવા છે જ્યા સમાન સમયગાળામાં નવા કેસમાં બ ગણો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો – WHO : ટીનેજર સામે નિષ્ફળ કોરોના, 20 વર્ષથી નાની ઉમરવાળાને ભય ઓછો
ક્લગે કહ્યું કે, વસંત ઋતુ અને ઉનાળામાં કડક લોકડાઉન એ એક કારણ હતું જેનાથી કોરોનાની અસર ઓછી થઈ હતી. તેમના શબ્દોમાં, ‘અમારા પ્રયત્નો, અમારુ બલિદાન, રંગ લાવ્યુ. જૂન મહિનામાં કેસો સૌથી ઓછા હતા. સપ્ટેમ્બરમાં કેસ વધી ગયા છે અને તેને એલાર્મ તરીકે લેવું પડશે. તેમણે કહ્યું કે, સંખ્યામાં વધારો એટલા માટે પણ છે કે ટેસ્ટિંગને વધારવામાં આવ્યું છે, પરંતુ આ પછી પણ, જે રીતે કેસ વધી રહ્યા છે, તે સ્પષ્ટ છે કે સંક્રમણ તમામ ક્ષેત્રમાં ઝડપથી વધી રહ્યો છે. ક્લગે બે દિવસ પહેલા ન્યૂઝ એજન્સી એએફપીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, યુરોપમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં કોવિડ-19 ને કારણે થતા દૈનિક મોતની સંખ્યા પણ વધવા જઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.