મંજૂરી/ WHOએ COVOVAXના ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી,સીરમને મોટી સફળતા..

નોવાવેક્સે યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને WHO સાથે તેની રસી માટે નિયમનકારી ફાઇલિંગની પણ જાહેરાત કરી હતી.

Top Stories India
WHO123344 WHOએ COVOVAXના ઈમરજન્સી ઉપયોગને આપી મંજૂરી,સીરમને મોટી સફળતા..

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કોરોના વાયરસ સામેની લડાઈમાં મોટી સફળતા મળી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સીરમ કોરોના રસી કોવોવેક્સને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ શુક્રવારે ટ્વિટ કરીને આ જાણકારી આપી. સંસ્થાએ કહ્યું, કોવોવેક્સને કટોકટીના ઉપયોગ માટે WHOની મંજૂરી મળી ગઈ છે. આનાથી કોરોના સામેની અમારી લડાઈ વધુ મજબૂત બનશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વિટ કરીને WHOની મંજૂરી પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું, કોવિડ-19 સામેની અમારી લડાઈમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે.કોવેક્સિન ને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. તેમણે આ સહયોગ માટે WHOનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે  SII એ કોવોવેક્સના ઉત્પાદન અને સપ્લાય માટે યુએસ સ્થિત બાયોટેક કંપની નોવાવેક્સ સાથે જોડાણ કર્યું છે. WHO ની મંજૂરી સાથે, કોવેક્સિન  કોવિડ-19 રસીના પુરવઠામાં મોટા પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવશે. SII કોવોવેક્સના 1.1 અબજ ડોઝ સપ્લાય કરવા માટે પ્રતિબદ્ધ છે.

Novavax-SII રસી તાજેતરમાં ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી. તેણે ભારતમાં કટોકટીના ઉપયોગની અધિકૃતતા માટે પણ અરજી કરી છે. નોવાવેક્સે યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને WHO સાથે તેની રસી માટે નિયમનકારી ફાઇલિંગની પણ જાહેરાત કરી હતી.

WHO એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે NVX-CoV2373 માટે ઇમરજન્સી યુઝ લિસ્ટ (EUL) જારી કર્યું છે, જે SARS-CoV-2 વાયરસ સામે WHO દ્વારા માન્ય રસીઓ પર વિસ્તરણ કર્યું છે.  કોવોવેક્સ નામની આ રસી, નોવાવેક્સના લાયસન્સ હેઠળ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્પાદિત કરવામાં આવી છે અને તે કોવેક્સ ફેસિલિટી પોર્ટફોલિયોનો એક ભાગ છે, જે ઓછી આવક ધરાવતા દેશોમાં વધુ લોકોને રસી આપવાના ચાલી રહેલા પ્રયાસોને વધુ વેગવતું બનાવે  છે,