ફાઈનલ મેચમાં મળેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલો ફટકો કેપ્ટન એરોન ફિન્ચનાં રૂપમાં લાગ્યો હતો. તે માત્ર 5 રન બનાવીને ટ્રેન્ટ બોલ્ટ ડેરીલ મિશેલનાં હાથે કેચ આઉટ થયો હતો. ડેવિડ વોર્નરે 38 બોલમાં 3 સિક્સ અને 4 ફોરની મદદથી 53 રન બનાવ્યા હતા અને બોલ્ટનાં હાથે ક્લીન બોલ્ડ થયો હતો. પરંતુ માર્શ વિકેટ પડ્યા બાદ પણ રોકાયો નહીં અને માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી, T20 વર્લ્ડકપની ફાઈનલમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ માર્શે પોતાના નામે કર્યો હતો.
https://twitter.com/cricketcomau/status/1459964161211781126?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1459964161211781126%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.insidesport.in%2Flatest%2Ft20-world-cup-2021-winner-australia-cricket-team-players-celebration-victory-david-warner-marcus-stoinis-finch-53835%2F
આ પણ વાંચો – T20 World Cup / વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી વોર્નરે IPL ની તેની ફ્રેન્ચાઇઝી SRH ને આપ્યો જડબાતોડ જવાબ
T20 વર્લ્ડકપ 2021નો ખિતાબ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનાં માથે શણગારવામાં આવ્યો છે. ટીમે રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને તેની પ્રથમ T20 વર્લ્ડકપ ટ્રોફી જીતી હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે અણનમ 77 રન બનાવનાર મિશેલ માર્શને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ડેવિડ વોર્નરે પણ 53 રનની શાનદાર ઇનિંગ રમી હતી. વોર્નર સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતો દેખાયો હતો, તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જીત બાદ શરૂ થયેલી ઉજવણી આખી રાત ચાલી હતી. 173 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમને ત્રીજી ઓવરમાં કેપ્ટન એરોન ફિન્ચનાં રૂપમાં મોટો ઝટકો લાગ્યો હતો. ટીમે 15 રનમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા મિશેલ માર્શે બાજી સંભાળી હતી.
તેણે પહેલા ડેવિડ વોર્નર સાથે 92 રનની ભાગીદારી કરી અને ટીમનો સ્કોર 100 રનથી આગળ લઈ ગયો. વોર્નરનાં આઉટ થયા બાદ માર્શે ગ્લેન મેક્સવેલ સાથે ત્રીજી વિકેટ માટે અણનમ 66 રનની ભાગીદારી કરીને ટીમને ચેમ્પિયન બનાવી હતી. ઓસ્ટ્રેલિયાએ રવિવારે ઈતિહાસ રચ્યો હતો. તેણે દુબઈમાં રમાયેલા T20 વર્લ્ડકપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવીને આ ફોર્મેટમાં પ્રથમ વખત વર્લ્ડ ટાઇટલ જીત્યું હતું. સ્વાભાવિક રીતે, આ પછી ઉજવણી કરવામાં આવી પરંતુ તે એવી રીતે કે વીડિયો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમનાં ખેલાડીઓ સેલિબ્રેશનમાં એટલા ડૂબી ગયા હતા કે તેમને જૂતામાં મૂકીને બીયર પીધી હતી. ICCએ સોમવારે એક વીડિયો શેર કર્યો જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ જૂતામાં બીયર પીતા જોવા મળી રહ્યા છે.
https://twitter.com/ICC/status/1460050405778284546?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1460050405778284546%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.insidesport.in%2Flatest%2Ft20-world-cup-2021-winner-australia-cricket-team-players-celebration-victory-david-warner-marcus-stoinis-finch-53835%2F
આ પણ વાંચો – T20 World Cup / ફાસ્ટ બોલર શોએબ અખ્તર પાકિસ્તાનની ટીમને ફાઈનલમાં આવ્યો હતો જોવા પણ…
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી T20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 4 વિકેટ ગુમાવીને 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. તેના માટે કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 10 ચોક્કા અને 3 છક્કાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મિચેલ માર્શે 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છક્કાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અણનમ પરત ફર્યો હતો. ડેવિડ વોર્નરે 38 બોલમાં 4 ચોક્કા અને 3 છક્કાની મદદથી 55 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. ICCએ એક વીડિયો શેર કર્યો છે જેમાં મેથ્યુ વેડ અને માર્કસ સ્ટોઈનિસ જૂતામાં બીયર પીતા જોવા મળી રહ્યા છે. વેડે તેના જૂતા બહાર કાઢ્યા અને તેમાં બીયર નાખી અને પછી પીધી. આ પછી, સ્ટોઇનિસે તે જ જૂતું પકડ્યું અને તે બીયર પીતો જોવા મળ્યો. માત્ર થોડીક જ મિનિટોમાં આ વીડિયોને 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત T20 વર્લ્ડકપ જીત્યો છે. તે T20 વર્લ્ડ ટાઇટલ જીતનારો છઠ્ઠો દેશ બન્યો છે. તે પહેલા ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે આ ખિતાબ કબજે કર્યો હતો. ડેવિડ વોર્નરને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ જ્યારે માર્શને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મિચેલ માર્શ અને ડેવિડ વોર્નરે પણ બીજી વિકેટ માટે 92 રનની શાનદાર ભાગીદારી નોંધાવી હતી.