વારાણસી/ કોણ છે ચંદા દેવી, જેમને ભાષણની વચ્ચે PM મોદીએ કરી ચૂંટણી લડવાની ઓફર, જુઓ

પીએમ મોદીએ ચંદા દેવી નામની લખપતિ મહિલા સાથે વાત કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીએમ મોદીએ મહિલાને પૂછ્યું કે તમે આટલું શાનદાર ભાષણ આપો છો, શું તમે ચૂંટણી લડશો?

Top Stories India
YouTube Thumbnail 2023 12 19T174654.139 કોણ છે ચંદા દેવી, જેમને ભાષણની વચ્ચે PM મોદીએ કરી ચૂંટણી લડવાની ઓફર, જુઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો અને તેમને વિકાસ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી. આ દરમિયાન પીએમ મોદીએ ચંદા દેવી નામની લખપતિ મહિલા સાથે વાત કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પીએમ મોદીએ મહિલાને પૂછ્યું કે તમે આટલું શાનદાર ભાષણ આપો છો, શું તમે ચૂંટણી લડશો? બાદમાં બરકીમાં આયોજિત રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ચંદા દેવીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેનણે કહ્યું, “આજે ચંદા દેવીનું ભાષણ સાંભળ્યું. હું કહી શકું છું કે મોટા લોકો આટલું સારું ભાષણ આપી શકતા નથી. તે અમારી લખપતિ દીદી છે.” વડાપ્રધાને કહ્યું, ”આજે મેં તેમની (ચંદા દેવી) સાથે વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે સાચો જવાબ આપ્યો. આ સંકલ્પ યાત્રા દ્વારા મને અને મારા તમામ સાથીઓને સમાજની અંદર રહેલી શક્તિ અને ક્ષમતાને જાણવાની તક મળી છે.

કોણ છે ચંદા દેવી, જેમના પીએમ મોદીએ કર્યા વખાણ?

પીએમ મોદીએ ચંદા દેવીના વખાણ કર્યા બાદ દરેક જગ્યાએ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કોણ છે આ મહિલા? ચંદા દેવી સખી મંડળ ચલાવે છે અને સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલા છે અને તેમના માટે કામ કરે છે. પીએમ મોદીએ પોતે કાર્યક્રમમાં કહ્યું કે ચંદા દેવી લખપતિ દીદી બન્યા છે. ચંદા દેવી રામપુર ગામની રહેવાસી છે. તેણીએ ‘અપની કહાની-અપની ઝુબાની’ શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ચંદા દેવી ‘રાધા મહિલા સપોર્ટ ગ્રુપ’ સાથે સંકળાયેલા છે.

ચંદાના કહેવા પ્રમાણે, તેમના પરિવારમાં કુલ પાંચ સભ્યો છે અને જૂથમાં જોડાયા પહેલા તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેથી તેમની રહેણીકરણી, ખાનપાન અને શિક્ષણની વ્યવસ્થા સારી ન હતી. ચંદા દેવીએ પોતે જણાવ્યું કે એક બહેને તેમને આ ગ્રુપ વિશે જાણકારી આપી અને આ ગ્રુપમાં જોડાઈને તેમણે લોન લઈને શાકભાજીની ખેતી શરૂ કરી અને 30 હજાર રૂપિયાનો નફો મેળવ્યો. નફાની રકમમાંથી તેણે 15 હજાર રૂપિયાની લોન ભરપાઈ કરી અને ખેતીનું કામ આગળ ધપાવ્યું, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થયો અને જીવનધોરણમાં સુધારો થયો. તેણીએ કહ્યું કે તેણીએ પછી એક બેંક મિત્ર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતાં તે આત્મનિર્ભર બની ગઈ.

ચંદા દેવી એક વર્ષમાં 1 લાખ 30 હજાર રૂપિયા બચાવે છે

ચંદા દેવીએ કહ્યું કે હવે તે એક વર્ષમાં 1 લાખ 30 હજાર રૂપિયા બચાવે છે અને તેણે આનો શ્રેય વડાપ્રધાનને આપ્યો. ઉપરાંત, તેમણે વડા પ્રધાનને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી. પીએમ મોદીએ તેમને પૂછ્યું, ચંદા દેવી, તમે ક્યાં સુધી ભણ્યા છે? જેના જવાબમાં તેણે કહ્યું કે હું ઈન્ટરમીડિયેટ પાસ છું. મોદીએ કહ્યું કે તમે આવા શાનદાર ભાષણ કરો છો, શું તમે ક્યારેય ચૂંટણી લડી છે? ચંદા દેવીએ કહ્યું ના સર, પછી મોદીએ પૂછ્યું કે શું તે ચૂંટણી લડશે. ચંદા દેવીએ કહ્યું કે અમે તમારાથી પ્રેરિત છીએ. અમે તમારા પ્રયત્નો સાથે ગતિ રાખીએ છીએ. આ અમારું સૌભાગ્ય છે કે અમે તમારી સામે બોલી રહ્યા છીએ. વડાપ્રધાને તેમના બાળકો અને પરિવાર વિશે પણ પૂછપરછ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

આ પણ વાંચો:આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ