પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી એકવાર વરરાજા બનવા જઈ રહ્યા છે. 48 વર્ષીય માન હવે લાંબા સમયથી મિત્ર ડો. ગુરપ્રીત કૌર સાથે જીવનની બીજી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. ગુરપ્રીત અને માન પરિવાર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેના પરિવાર આ સંબંધથી ઘણા ખુશ છે. લગ્ન ગુરુવારે ચંદીગઢમાં એક ખાનગી સમારંભમાં થશે. આ લગ્ન સમારોહમાં બંને પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે.
માનવામાં આવે છે કે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે. આપને જણાવી દઈએ કે ભગવંત માનના લગભગ છ વર્ષ પહેલા તેમની પહેલી પત્ની ઈન્દ્રજીત કૌરથી છૂટાછેડા થઈ ગયા હતા. ઈન્દ્રજીત કૌર તેના બે બાળકો સાથે અમેરિકામાં રહે છે. બંને બાળકો માનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.
માતાની પસંદગી કરી માન માટે દુલ્હન
એવું કહેવામાં આવી રહ્યું છે કે ડો. ગુરપ્રીત અને માન એકબીજાને ઘણા સમયથી ઓળખે છે અને બંનેના પરિવાર આ લગ્નથી ખુશ છે. આ લગ્ન શીખ રીતિ-રિવાજ મુજબ થશે. માનની માતા લગ્નમાં હાજરી આપવા માટે તેના વતન ગામ સતોજથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માનની માતા અને બહેન ઈચ્છતા હતા કે માન ફરી એકવાર સેટલ થઈ જાય અને તેથી જ માન લગ્ન માટે રાજી થઈ ગયા.
ડો. ગુરપ્રીત માનની માતાની પસંદગી છે. આપને જણાવી દઈએ કે લગ્નની તમામ તૈયારીઓ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં થઈ રહી છે. ચંદીગઢમાં જ મુખ્યપ્રધાનના આવાસ પર તમામ કાર્યક્રમો યોજાશે. સીએમ કેજરીવાલની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબ કેબિનેટના મંત્રીઓ અને નજીકના સંબંધીઓ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન સમારોહને ગુપ્ત રાખવા માટે તમામ પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો:સ્પાઈસજેટને DGCAની નોટિસ: અવાર નવાર વિમાનોમાં થતી ટેકનિકલ ખામીને મુદ્દે જવાબ માંગ્યો
આ પણ વાંચો:અમરનાથ યાત્રા દરમિયાન હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ, દુર્ઘટનાથી બચી ગયું
આ પણ વાંચો:માતા અને બહેને ભગવંત માન માટે પસંદ કરી છોકરી, કાલે લગ્નના બંધનમાં બંધાશે