Not Set/ બિન સચિવાલય પરીક્ષા/ ગેરરીતિ મામલે આંદોલન કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોણ છે ?

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ધારણા કરી બેઠા છે.  એક પછી એક મહાનુભાવો તેમની મુલાકાતે આવી રહ્યા છે. સરકાર પણ હવે આ વિદ્યાર્થી મામલે એક્શન લેવાના મુડ માં આવી છે. પરંતુ ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જ્યાર સુધી પરીક્ષા રદ નહી થાય ત્યાર સુધી ગાંધીનગર છોડવામાં નહી આવે. વિદ્યાર્થીઓનું આ આંદોલન […]

Top Stories Gujarat Others
rain 1 બિન સચિવાલય પરીક્ષા/ ગેરરીતિ મામલે આંદોલન કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોણ છે ?

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે ધારણા કરી બેઠા છે.  એક પછી એક મહાનુભાવો તેમની મુલાકાતે આવી રહ્યા છે. સરકાર પણ હવે આ વિદ્યાર્થી મામલે એક્શન લેવાના મુડ માં આવી છે. પરંતુ ઉમેદવારોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે જ્યાર સુધી પરીક્ષા રદ નહી થાય ત્યાર સુધી ગાંધીનગર છોડવામાં નહી આવે. વિદ્યાર્થીઓનું આ આંદોલન વિદ્યાર્થીનેતા યુવરાજ સિંહ જાડેજાના નેતૃત્વમાં ચાલુ કરવામાં આવ્યુ હતું. યુવરાજ સિંહે કહ્યું કે, જ્યાર સુધી બિન સચિવાલયની પરીક્ષા રદ નહી થાય ત્યાર સુધી આંદોલન ચાલુ રહેશે.

યુવરાજ સિંહ જાડેજા મૂળ ગોંડલનો છે. જ્ઞાન સારથી નામથી તેની યૂ ટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ ચલાવે છે. પોતે GPSC ક્લિયર કરેલી છે. યુવરાજ સિંહ જાડેજાએ સરકારને 180 પુરાવા સોપ્યા છે અને યોગ્ય તપાસ કરી ગેરરીતિ આચરનારા લોકો સામે પગલા ભરવા તેમજ પરીક્ષાને રદ કરવાની માંગ કરી છે.

યુવરાજ સિંહે કહ્યું કે એક વખત સરકાર પર વિશ્વાસ કરવા તૈયાર છું, મે આપેલા પુરાવા સચોટ છે અમે ન્યાય માંગી રહ્યાં છીએ. હવે તપાસના ખોટા કાવા દાવા નહી પણ યોગ્ય નિર્ણય જ જોઇએ. સરકારે તપાસ માટે 2 દિવસ માંગ્યા છે. યુવરાજ સિંહે કહ્યું કે, પરીક્ષાર્થીઓની પ્રેરણાથી આંદોલન શરૂ થયુ અને ઉમેદવારોને કઇ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે.

ન્યાય માટે ભેગા થયા ઉમેદવાર

ગાંધીનગરમાં રાજ્યના ખૂણે ખુણેથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોચ્યા હતા. જ્યાં તેઓએ સરકારી પરીક્ષામાં ગેર વહીવટ અને કૌભાંડ બંધ કરો સહિતના નારા લગાવ્યા હતા. ગઈ કાલે મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ આ વિદ્યાર્થીઓને વ્હારે દોડી આવ્યા હતા. તો આજે સવારે NCP નેતા શંકરસિંહ બાપુ આ ઉમેદવારોને વ્હારે દોડી આવ્યા હતા.

હવે આ વિદ્યાર્થીઓની વચ્ચે ગાંધીનગર Sp મયુર ચાવડા પહોંચ્યા છે. તેમને યુવાનોને હાકલ કરી છે કે તમારા માંથી જે આગેવાન હોય તેઓ મારી સાથે ચાલો અને જ્યાં રજુઆત કરવી હશે, ત્યાં લઈ જઈશ અને પાછા મૂકી જઈશ. તેમની હાકલને લઈને વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ અને અન્ય એક યુવકને લઈ પોલીસ જીપમાં કલેકટર ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આ આગેવાનોએ કલેકટર ઓફીસ ખાતે કલેકટર સાથે વાતચીત કરી હતી, અને પાછા આવી અન્ય ઉમેદવારો સાથે તેમની વાતચીત શેર કરી હતી.

કલેકટર કચેરીથી પાછા આવીને યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, 2 કલાકમાં સીટની રચના કરવાની થશે, સીટ માં 5 સભ્યોની કમિટી બનશે.  કમિટીમાં એક પણ સભ્ય ગૌણ સેવા પસંદગી મંડળનો નહીં હોય. IAS અને IPS કક્ષાના અધિકારીઓ રાખવામાં આવશે. સાથે એક વ્યક્તિ આંદોલનકારીઓમાંથી મુકવામાં આવશે. આગેવાન યુવરાજ સિંહ ની વાત સાંભળતા જ આંદોલનકારીઓએ લોલીપોપ ના નારા લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન