Not Set/ આ વર્ષે સોનિયા ગાંધી તેમનો જન્મદિવસ કેમ નહીં ઉજવે?

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ આ વર્ષે તેમનો જન્મદિવસ નહીં મનાવવાનો નિર્ણય લીધો છે. આની પાછળનું કારણ છે દેશભરમાં મહિલાઓ પર થતા અપરાધ અને અત્યાચારની વધતી ઘટનાઓ. કોંગ્રેસ પાર્ટી પણ તેમના જન્મદિવસની ઉજવણી નહીં કરે, વચગાળાના પ્રમુખ સોનિયાએ જણાવ્યું હતું કે, ગાંધીદેશમાં મહિલાઓ સામે વધી રહેલા ગુના આની પાછળનું મુખ્ય કારણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર […]

Top Stories India
કોંગ્રેસ માટે હાર ઈન્ચાર્જથી ગાડી ગબડાવતા પક્ષને પરાજય સિવાય બીજું શું મળે?

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ આ વર્ષે તેમનો જન્મદિવસ નહીં મનાવવાનો નિર્ણય લીધો છે. આની પાછળનું કારણ છે દેશભરમાં મહિલાઓ પર થતા અપરાધ અને અત્યાચારની વધતી ઘટનાઓ.

કોંગ્રેસ પાર્ટી પણ તેમના જન્મદિવસની ઉજવણી નહીં કરે, વચગાળાના પ્રમુખ સોનિયાએ જણાવ્યું હતું કે, ગાંધીદેશમાં મહિલાઓ સામે વધી રહેલા ગુના આની પાછળનું મુખ્ય કારણ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તે આવી ઘટનાઓથી ખૂબ જ દુખી છે, તેથી આ વખતે તે પોતાનો જન્મદિવસ નહીં મનાવે. સોનિયા ગાંધી 9 ડિસેમ્બરને સોમવારે 73 વર્ષની થશે. સોનિયા ગાંધીનો જન્મ 1946 માં થયો હતો.

જેતરના સમયમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, આવા ઘણા કિસ્સાઓ પણ મહિલાઓ વિરુદ્ધ બહાર આવ્યા છે, જેનાથી આખા દેશ હચમચી ઉઠ્યો છે. આ ગુનાઓ અંગે દેશના લોકોમાં ભારે નારાજગી છે.

શું થયું?

તેલંગાણામાં એક મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ કરવાનો અને ત્યારબાદ હત્યા કરીને સળગાવવાનો મામલો સામે આવ્યો છે. 27 નવેમ્બરની રાત્રે આરોપીએ મહિલા ડોક્ટરની સાથે હૈદરાબાદમાં ગેંગ રેપ આચર્યો હતો. અને પછી, આરોપી દ્વારા ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી અને તેને બાળી નાખવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. જે પાછળથી એન્કાઉન્ટર થયા હતા.

તે જ સમયે, ઉત્તર પ્રદેશનો બીજો એક કિસ્સો છે. જ્યાં ઉન્નાવ રેપ પીડિતાને પણ જીવતી સળગાવી દેવામાં આવી છે. આ કિસ્સામાં, પીડિત 95 ટકા સુધી બળી ગઈ હતી. જોકે પાછળથી તેનું મોત નીપજ્યું હતું. આ બંને ઘટનાઓને લઈને દેશમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દે ઘણાં પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.