કોંગ્રેસ પાર્ટીએ 2024 ની લોકસભા ચૂંટણી માટે મમતા બેનર્જીને વિપક્ષનો ચહેરો બનાવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના વડાએ પણ અંતર રાખ્યું છે. મોદી અને ભાજપ સરકાર વિરુદ્ધ વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહેલી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ ભાજપ સાથે ગઠબંધન કરી રહી છે. તેમણે ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે કેન્દ્રમાં શાસક પક્ષ દેશ વેચવામાં વ્યસ્ત છે. ભવાનીપુરથી પેટા ચૂંટણી લડી રહેલી મમતા બેનર્જીએ રવિવારે એક બેઠકમાં કોંગ્રેસથી અલગ થવાનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું, “અમે 30 વર્ષ સુધી સીપીએમ સાથે લડ્યા. મેં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી કારણ કે તે સીપીએમ સાથે હતી અને અત્યાર સુધી ચાલુ છે. તે ભાજપ સાથે પણ જોડાયેલી છે. અમે ભાજપને દેશમાંથી બહાર ફેંકી દેવાનું વચન આપ્યું છે. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતુ.
ભાજપ પર દેશ વેચવાનો આરોપ લગાવતા મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ (ભાજપ) હારી ગયા, પરંતુ હજુ પણ કોઈ શરમ નથી. તેઓ એજન્સીઓ મોકલી રહ્યા છે, એવું વિચારીને કે તેમની સામે કોઈ બોલી શકે નહીં. તે માત્ર દેશ વેચવા માંગે છે. તેઓએ ગુજરાતને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે.
મમતા બેનર્જીએ રોમ જવાની મંજૂરી ન મળવાથી ગુસ્સે ભરાતા કહ્યું કે, ઘણા રાજ્યો પરવાનગી માંગતા નથી, પરંતુ હું શિસ્ત જાળવવા માટે આવું કરું છું. તમે મને ચૂપ ન રાખી શકો. મને શિકાગો, ચીન, કેમ્બ્રિજ અને સેન્ટ સ્ટીફન્સ જવાની પરવાનગી નહોતી આપવામાં આવી પરંતુ તમે કેટલા મને કેટલા કાર્યક્રમોમાં જતી કોરી શકશો ?