Not Set/ ‘વન નેશન વન ટેક્ષ’નો નિયમ પેટ્રોલ અને ડિઝલમાં કેમ નહિં ?

સોશ્યલ મિડિયામાં પણ અવારનવાર એવી કોમેન્ટ આવે છે કે સુખી માણસોને પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો નડતો નથી. ઓછી અને બાંધી આવકવાળા લોકોને જ ભાવવધારો નડે છે. ડિઝલના ભાવવધારાની જીવનજરૂરી ચીજાેની ભાવો પર આ બન્ને ઈંધણના ભાવવધારાની કેટલી અસર થઈ છે તેની તો બજારમાં ખરીદી કરવા જનારાને કે રોજેરોજનું કે એક માસની જીવનજરૂરી ચીજાે સાથે ખરીદનાર ને જ ખબર પડે.

Trending Business
cm 2 ‘વન નેશન વન ટેક્ષ’નો નિયમ પેટ્રોલ અને ડિઝલમાં કેમ નહિં ?

ચૂંટણી પરિણામો બાદ પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવો કોરોના કહેરનો સામનો કરી રહેલા લોકોની કરોડરજ્જુને નુકસાન કરી રહ્યા છે

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કોરોનાની બીજી લહેરની ધીમી પડેલી આક્રમકતા વચ્ચે લોકોના ખીસ્સા દરેક મોરચે હળવા થવાનો ખેલ ચાલું જ છે. ત્રીજી મે થી ૧૩મી મે સુધીમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂા. ૯૧ની સપાટીને આંબવાની તૈયારીમાં છે. તો ડિઝલના ભાવ રૂા. ૯૦ને વટાવી ગયા છે. છેલ્લા ૧૦ દિવસમાં અંદાજે પોણા બે થી બે રૂપિયા જેવો વધારો થયો છે. માર્ચ અને એપ્રિલના દોઢ માસ સુધી પેટ્રોલ અને ડિઝલના ભાવો એકદમ સ્થિર રહ્યા હતા પરંતુ ત્રીજી મે થી આ ભાવ વધવાનો દોર શરૂ થયો હતો. હવે રાજસ્થાનના ગંગાનગર અને મુંબઈ સહિતના સ્થળોએ તો પેટ્રોલના ભાવ રૂા. ૧૦૦ને વટાવી ગયા છે. દિલ્હી, બેંગ્લોર સહિતના તમામ સ્થળોએ પણ આ ભાવ જરાય ઓછા નથી. ગુજરાતની વાત કરીએ તો પેટ્રોલનો સૌથી વધુ ભાવ ભાવનગરમાં ૯૦.૭૫ પૈસા છે. તો ડિઝલનો સૌથી વધુ ભાવ રૂા. ૯૦.૮૭ પૈસા ભાવનગરમાં જ છે. જ્યારે લોકો જેનો વધુ ઉપયોગ કરે છે તે ઈન્ડિયન ઓઈલના પેટ્રોલનો ભાવ ૧૪મીએ રૂા. ૯૧ની સપાટીને વાવી ગયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવો વચ્ચે માત્ર ૧૦ પૈસાનો તફાવત રહ્યો છે. ભાવનગરથી ઓખા-વેરાવળ, વાયા રાજકોટ કે પછી વાપી સુધી તમામ મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડિઝલના ભાવ કોરોનાના વધતા કેસોની જેમ વધતા જ જાય છે.

himmat thhakar ‘વન નેશન વન ટેક્ષ’નો નિયમ પેટ્રોલ અને ડિઝલમાં કેમ નહિં ?
જ્યારે માર્ચ માસમં દસ દિવસનો તબક્કો એવો હતો કે જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવો સતત દસ કે વીસ દિવસ સુધી ઘટ્યા હતા. પરંતુ જાે કે આ રોજિંદો ઘટાડો ૧૦ થી ૧૫ પૈસા જેવો હતો પછી ભાવો સ્થિર થયા જે બીજી મે સુધી લગભગ સ્થિર રહ્યા હતા. ત્રીજી મે સુધી ભાવો સતત વધતા જ રહ્યા છે અને આજે પણ વધે જ છે. વધવાનો ક્રમ સરેરાશ ૨૦-૨૫ પૈસાથી વધારે છે. ટૂંકમાં પહેલા થોડા દિવસ ગોકળગાયની ગતિએ ભાવ થોડા ઘટ્યા અને પછી લાંબો સમય સ્થિર રહ્યા અને હવે જેટ ઝડપે વધી રહ્યા છે.

Fuel prices rise over Rs 4 per litre since resumption of daily revision, Energy News, ET EnergyWorld
પેટ્રોલ અને ડિઝલનો વિકલ્પ હજી શોધાયો નથી. સીએનજી માત્ર અમુક પ્રકારના વાહનોમાં વપરાય છે તેના ભાવ પણ સાવ સસ્તા તો નથી જ. મધ્યમ વર્ગના લોકો દ્વિચક્રિય વાહનોનો ઉપયોગ કરે છે અને બાઈક સ્કૂટર વગેરેમાં તો પેટ્રોલ જ વાપરવું પડે છે. જ્યારે જીવનજરૂરી ચીજાે સહિતની ઘણી ચીજાેની હેરફેર કરતા ટ્રક સહિતના ભારે વાહનો તો ડિઝલનો વપરાશ કરે છે. પેસેન્જર વાનમાં પણ મોટેભાગે ડિઝલનો જ વપરાશ વધુ પ્રમાણમાં થાય છે. જાે કે આજથી ત્રણ માસ પહેલા જે પેટ્રોલ-ડિઝલના ભાવવધારાનો લાંબો દોર ચાલ્યો હતો તે વખતે ટ્રક ભાડા અને ખાનગી વાહનચાલકોએ મુસાફરીના દર વધારી જ દીધા હતા તે હકિકત છે.

petrol price hike: Petrol price rises for 10 straight day; hits new record 77.17 per liter, Energy News, ET EnergyWorld

આ અંગે ટીવી ચેનલો સહિતના પ્રચાર માધ્યમોમાં ચર્ચાઓ થાય છે. સરકાર બચાવમાં છે. સત્તાધારી પક્ષના નેતાઓને પણ ગમે તેવા બહાના કાઢી બચાવ કરવો પડે છે. ગુજરાતમાં આ પ્રશ્ને ચર્ચા થાય ત્યારે વિપક્ષ તો વાત કરે જ છે અને અર્થશાસ્ત્ર અને ભાવવધારાનું સાચા અર્થમાં ગણિત સમજનારા લોકો એમ કહે છે કે જ્યારે ડોલરનો ભાવ રૂા. ૧૧૦ હતો ત્યારે ભારતમાં ૭૫ રૂપિયે ૧ લીટર પેટ્રોલ મળતું હતું. તેનાથી ૧૦ રૂપિયા ઓછા ભાવે ડિઝલ મળતું હતું. અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરના ભાવ ૬૭થી ૬૮ રૂપિયા વચ્ચે ચાલે છે ત્યારે આપણને પેટ્રોલ ડિઝલના રૂા.૯૦ કરતાં વધુ ભાવ કેમ ચૂકવવા પડે છે ?

The rise of petrol prices and the global impact it has - Acquisition International
પેટ્રોલ અને ડિઝલ પર કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી ૩૪ ટકા કરતાં વધારે છે તેમાં રાજ્ય સરકારોની વેટ ૨૧ થી ૨૫ ટકા સુધી છે. કેન્દ્ર સરકારે ૨૦૧૪થી ૨૦૨૦ દરમિયાન ૧૧ વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી છે તો રાજ્ય સરકારે બે વખત વેટ પણ વધારી છે. ભાવવધારાનો ઓળિયો-ઘોળિયો ભૂતકાળની સરકાર પર નાખે છે. ઘણા પોતાની જાતને અભ્યાસી ગણાવતા આગેવાનો યુપીએ સરકારના સમયમાં જે પેટ્રોલ બોંડ બહાર પાડવામાં આવેલા તેની મૂળ રકમ વ્યાજની ચૂકવણીનો બોજ આજની સરકાર ચૂકવે છે. હવે એક બાજુથી સરકાર એમ કહે છે કે બન્ને ઈંધણના ભાવ ક્રુડના આંતરરાષ્ટ્રીય ભાવની વધઘટ પર આધારિત છે અને તે ઓઈલ કંપનીઓ વધારે છે. બીજી બાજુ ૨૦૧૧-૧૨માં પેટ્રોલ, ડિઝલના ભાવમાં ૧ રૂપિયાનો વધારો થાય અને દેશવ્યાપી ધરણા કરનારા આગેવાનો હાલ ભાવવધારા અંગે જવાબદારી ખંખેરીને બંગાળમાં થતી હિંસા માટે ગુજરાતમાં ધરણા કરે છે. ભાવવધારા માટે ધરણાનું આ આગેવાનોને સૂઝતું નથી.

The Real Reason why Fuel prices are on the rise
સોશિયલ મિડિયામાં પણ અવારનવાર એવી કોમેન્ટ આવે છે કે સુખી માણસોને પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો નડતો નથી. ઓછી અને બાંધી આવકવાળા લોકોને જ ભાવવધારો નડે છે. ડિઝલના ભાવવધારાની જીવનજરૂરી ચીજાેની ભાવો પર આ બન્ને ઈંધણના ભાવવધારાની કેટલી અસર થઈ છે તેની તો બજારમાં ખરીદી કરવા જનારાને કે રોજેરોજનું કે એક માસની જીવનજરૂરી ચીજાે સાથે ખરીદનાર ને જ ખબર પડે.

Tackling petrol, diesel price rise: Three options in front of the govt, all unpalatable
તાજેતરમાં મોટાભાગની ટીવી ચેનલો પર આ બાબતની ચર્ચા થઈ ત્યારે મોટાભાગના નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે રાજ્યોને સંમત કરી પેટ્રોલ અને ડિઝલને જાે ૨૮ ટકા વેરાવાળા જીએસટીના માળખામાં લાવવામાં આવે તો પણ લોકોને આરામથી ૫૦ થી ૬૫ રૂપિયા આસપાસના ભાવે ડિઝલ પેટ્રોલ મળી શકે તેમ છે અને ‘વન નેશન વન ટેક્સ’નો સરકારનો જે નિયમ છે તે પણ સહેલાઈથી જળવાઈ રહે તેમ છે. પરંતુ આ અંગે સરકારે સમજવું જ પડશે અને ૨૦૧૪માં જે અચ્છે દિનનો વાયદો આપવામાં આવેલો તે પૂર્ણ થશે. આમેય કેન્દ્રે ઘણા ઠરાવો બહુમતીના જાેરે પસાર કરેલા છે. પેટ્રોલ ડિઝલને જીએસટીના માળખામાં સમાવવાનો નિર્ણય આ રીતે થાય તો લોકોના આશીર્વાદ મેળવશે અને વિપક્ષ પણ આ બાબતમાં કશું બોલી નહિ શકે.