“ભણશે ગુજરાત તો જ બઢશે ગુજરાત” અને આવા અનેક મોટા મોટા નારા આપનાર ગુજરાત અને ભારત સરકારને આજે લોકો પૂછી રહ્યા છે કે, આમાં કેમ અને કેવી રીતે ભણશે ગુજરાત. જેનાં પર શાક્ષરતાનો ભાર અને દારો મદાર છે તે શિક્ષકો જ જો વિદ્યાર્થીને ઢોર માર મારવા લાગશે તો શું ભણશે ગુજરાત???
જીહા, અહીં વાત કરવામાં આવી રહી છે શિક્ષકોનાં વિદ્યાર્થીઓ સાથેનાં અમાનુષીય વર્તનની અને ઢોર માર મારવાની. જેને ભગવાન તુલ્ય દરજ્જો આપણા સમાજમાં આપવામાં આવ્યો છે તેવા ગુરૂ આમતો શિક્ષકો જ કહેવા યોગ્ય છે. તેવા શિક્ષકો દ્વારા રાજ્યમાંનાં 3 અલગ અલગ શહેરોમાંથી વિદ્યાર્થીને ઢોર માર મારવીની ફરિયાદ સામે આવી છે. એક જ દિવસે જાણે ગુજરાતનાં અલગ અલગ ખુણાથી બાળકોને ફટકારવાની રેસ લાગી હોય તેમ આ ફરિયાદ અમદાવાદ, સુરત અને સૌરાષ્ઠનાં જૂનાગઢ શહેરમાંથી સામે આવી છે. હકીકતો પર નજર કરવામાં આવે તો,
અમદાવાદ
અમદાવાદનાં શાહપુર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીનીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શાહપુર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો.7માં ભણતી વિદ્યાર્થીનીને અગમ્ય કરાણસર શિક્ષકે બધાની વચ્ચે જ સણસણ તો લાફો ઠોકી દીધો હતો. આટલાથી શિક્ષકનું પેટ ન ભરાતા વળી શિક્ષકે વિદ્યાર્થીનીનાં ફોટા પણ પાડયા હતા. શિક્ષક વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
સુરત
સુરતનાં વરાછા વિસ્તારમાં આશાદીપ-3 શાળામાં શિક્ષકે વિદ્યાર્થીના વાળ ખેંચી માર માર્યોની ઘટના ઘટવા પામી હતી. શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ છે. માર મારવાનું કારણ પણ આવું જ વિચીત્ર હતું. વિદ્યાર્થીને ખિસ્સામાં હાથ કેમ નાખ્યો છે તેવું કહી માર માર્યો હતો. જો કે, આ મમલે શાળા સંચાલકો વાલીઓ સાથે સમાધાન કરવાના મૂડમાં જોવામાં આવી રહ્યા છે અને સમાધાન થકી શાળા સંચાલકોની સમગ્ર મામલે પડદો પાડવાની તૈયારી જોવા મળી રહી હોવાનું સામે આવી રહ્યું છે.
જૂનાગઢ
આવો જ કિસ્સો જૂનાગઢમાં પણ સામે આવ્યો છે. જૂનાગઢની નેબ્યુલા સ્કૂલમાં અભ્યાસ કરતા 5 વર્ષનાં નાનકડા વિદ્યાર્થીને હેવાન શિક્ષકો ABCD ન આવડતા માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળક ઘરે જતા અને બાળકની પીઠનાં ભાગે મારનાં નિશાનો જોવામાં આવતા. વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા અને પોલીસમાં ફરીયાદ કરવામાં આવતા સમગ્ર મામલે સામે આવ્યો હતો.
ગુજરાતની અલગ અલગ શાળાઓમાં એક જ દિવસમાં બનેલા આ એવા કિસ્સાઓ છે જેમાં પોલીસ ફરિયાદ થવાથી સમગ્ર ઘટના સામે ત્યારે સવાલ એ ઉઠા રહ્યો છે કે, ગુજરાતભરમાં આવા કેટલા કિસ્સા રોજ બનતા હશે જે સામે આવતા નથી. શું આમ ભણશે ગુજરાત???
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન