Not Set/ કોરોનાને કારણે દર્દીઓના સ્વાદ અને ગંધ કેમ જતા રહે છે ?

કોરોના દર્દીઓમાં, સ્વાદ અને ગંધ નહિ આવતા તેમની સામે ગમે તેટલી તીવ્ર વાસ ધરાવતી વસ્તુ મુકો તેમને વાસ નથી જ આવતી.

Health & Fitness Trending
bullock cart 4 કોરોનાને કારણે દર્દીઓના સ્વાદ અને ગંધ કેમ જતા રહે છે ?

કોરોના દર્દીઓની સામે ગમે તેટલી તીવ્ર વાસ ધરાવતા પદાર્થ મુકવામાં આવે તો પણ કેટલાક દર્દી તેને પારખી શકતા નથી. વાયરસ ચેતાતંત્રને અસર કરે છે જેના કારણે કોઈ સ્વાદ અને ગંધ  તેઓ પારખી શકતા નથી.

કોરોના વાયરસ લોકોને ખૂબ ડરાવી છે. લોકો કોમનવાયરસને પણ કોરોના વાઈરસ ગણીને સારવાર કરી રહ્યા છે. સામાન્ય શરદી, ખાંસી અને તાવ હોય, સામાન્ય ફ્લૂના કારણે નાકમાં એક વિચિત્ર ગંધ શરૂ થાય છે. જો કે, સામાન્ય ફ્લૂ અને કોરોનાને કારણે સ્વાદ અને ગંધ જવા બંને માં ફર્ક હોય છે.  કોરોના દર્દીઓ માં અચાનકથી જ  ગંધ આવવાનું બંધ કરે છે, આ કોરોનાનાં પ્રારંભિક લક્ષણો છે. જો કે, જો તમારી પાસે લાંબા સમય સુધી આ લક્ષણો હોય, તો તે ખૂબ ગંભીર પણ હોઈ શકે છે.

કોરોના દર્દીઓમાં, સ્વાદ અને ગંધ નહિ આવતા તેમની સામે ગમે તેટલી તીવ્ર વાસ ધરાવતી વસ્તુ મુકો તેમને વાસ નથી જ આવતી. ચાલો આપણે જાણીએ કે કોરોનાને કારણે ગંધ કેમ નથી આવતી.અને જ્યારે તે ગંધ નહિ આવવું વધુ જોખમી સાબિત થાય છે.

COVID-19 and Smell Loss (Anosmia)

શા માટે ગંધ અને સ્વાદની ક્ષમતા દૂર થાય છે?

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઈરસ અડીંગો જમાવીને બેઠો છે. ત્યારથી, વાયરસના લક્ષણોને સમજવા અને તેની સારવાર માટે સતત સંશોધન ચાલુ છે. કોરોના સંક્રમીતોમાં  સ્વાદ અને ગંધ પારખવાની ક્ષમતા જતા રહે છે. તેની પાછળ નિષ્ણાતોનો અભિપ્રાય છે કે આ વાયરસ ચેતાતંત્રને અસર કરે છે, જે સ્વાદ અને ગંધ નહિ પરખવા માટેનું  કારણ બને છે. મ્યુકસ પ્રોટીન થિયરી અનુસાર, જ્યારે કોરોનાવાયરસ આપણા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે, ત્યારે કોષો યજમાન કોષમાં ACE2 નામના પ્રોટીન સાથે જોડાય છે.

આ પ્રોટીન મોં અને નાકમાં વધુ જોવા મળે છે, તેથી વાયરસ તેના પર હુમલો કરે છે અને ગંધ અને સ્વાદ બંને દૂર થઈ જાય છે. કોરોના ના હળવા લક્ષણો વાળા દર્દીઓમાં 86 ટકા લોકોએ સ્વાદ અને ગંધની સમસ્યાઓ દર્શાવી છે.  તીવ્ર અથવા મધ્યમ લક્ષણોવાળા લોકોમાં ફક્ત 4 થી 7 ટકા લોકોમાં સ્વાદ અને ગંધ નહિ પારખી શકવાના લક્ષણો હોય છે.

Can Coronavirus Affect Your Sense of Smell? What We Know | Time

કોરોના દર્દીઓમાં ગંધ અને સ્વાદનહિ પારખવાનું  ક્યારે જોખમી હોય છે?

જો કે આ કોરોના લક્ષણમાં કોઈ સમસ્યા ઉભી થતી નથી, કેટલાક કોરોના દર્દીઓના સ્વાદ અને ગંધથી તેમના ખાવાની અને પીવાની ટેવ પર અસર પડે છે. ગંધને કારણે, દર્દીઓ ખાવા-પીવાનું બંધ કે ઓછું કરે છે, જેના કારણે શરીર નબળું રહે છે.

કેટલીકવાર તમે ગંધને કારણે સારા અને ખરાબ ખોરાક વચ્ચેનો તફાવત અનુભવતા નથી. ખરાબ ખોરાકની સાથે ગંદા બેક્ટેરિયા શરીરમાં પ્રવેશ કરે છે, તમારી પ્રતિરક્ષાને વધુ નબળા બનાવે છે અને તમને બીમાર બનાવે છે.

mntvy apil કોરોનાને કારણે દર્દીઓના સ્વાદ અને ગંધ કેમ જતા રહે છે ?