Ahmedabad News/ ગોચર જમીન કેમ લીધી, હાઈકોર્ટે કાઢી ગુજરાત સરકારની ઝાટકણી

ગુજરાત હાઇકોર્ટે ગોચર જમીનની લેવા બાબતે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે વિકાસના નામે કોઈની આજીવિકા છીનવી શકાય નહીં. માંડવી એરપોર્ટનું હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરવાનું હોવાથી આ ગામોની ગૌચરની જમીન લેવાઈ છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 43 4 ગોચર જમીન કેમ લીધી, હાઈકોર્ટે કાઢી ગુજરાત સરકારની ઝાટકણી

Ahmedabad News:  ગુજરાત હાઇકોર્ટે ગોચર જમીનની લેવા બાબતે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે વિકાસના નામે કોઈની આજીવિકા છીનવી શકાય નહીં. માંડવી એરપોર્ટનું હવાઈ પટ્ટીનું વિસ્તરણ કરવાનું હોવાથી આ ગામોની ગૌચરની જમીન લેવાઈ છે. તેથી હાઈકોર્ટે સરકારની જાટકણી કાઢી કે, વિકાસના નામે સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહી.

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છમાં લોકો પશુપાલન કરીને આજીવિકા રળતા હોય છે તેથી કઠિન વાતાવરણમાં તેઓને દૂર જમીન આપવાથી હાલાકી થાય. હાઈકોર્ટે અરજદારપક્ષ તરફથી અરજીમાં જમીનના વર્ણવેલા અંતરને લઈ સવાલ ઉઠાવ્યા હતા અને તેમને અરજીમાં જરૂરી સુધારો કરવાની મંજૂરી આપી હતી.

હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓને ગંભીર ટકોર કરી હતી કે, કાયદા મુજબ જ્યારે ગૌચર જમીન લેવાની થાય તે પહેલાં ગામને તેટલી જ અન્ય ગૌચર જમીન ફાળવવી પડે. સરકાર પહેલા ગૌચર જમીન લઈ લે છે, બાદમાં કોર્ટમાં આવીને કહે છે કે તેમની પાસે ગામને આપવા અન્ય કોઈ ગૌચર જમીન નથી. વિકાસના નામ ઉપર સ્થાનિક લોકોને આજીવિકાથી વંચિત કરી શકાય નહીં.

ગૌચરની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે! ગૌચરની જમીનને હાથ લગાવતા પહેલાં સરકારે પણ કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. સરકાર પણ નિયમોનું પાલન નહીં કરે તો નહીં ચલાવી લેવાય. કંઈક આ પ્રકારનું કડક વલણ ગુજરાત હાઈકોર્ટે અપનાવ્યું છે. કચ્છના બે ગામમાં ગૌચરની જમીન સરકારે લઈને તેની સામે ખુબ દૂરના સ્થળે જમીન ફાળવી હતી. જેને પગલે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. આ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

ગૌચર લેતાં પહેલાં બીજે જમીન ફાળવવી પડે એવું ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. સાથે જ ગુજરાત હાઈકોર્ટે એવો પણ આદેશ કર્યો છેકે, પહેલાં તમે ગૌચર લો અને પછી કોર્ટમાં કહો કે જમીન નથી, એ ચાલે નહીં. કચ્છના બે ગામમાં ગૌચરની સામે દૂર જમીન ફાળવાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ગૌચરની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવાતાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની રિટ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં ચીફ જસ્ટસની ખંડપીઠે આ મામલે કચ્છ કલેકટરને પર્સનલી સોગંદનામું કરી જવાબ આપવા જણાવ્યું હતું અને કેસની વધુ સુનાવણી તા.૩૦મી ઓગસ્ટના રોજ રાખી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ભીખા પટેલ 19 વર્ષથી મફતનો પગાર લેતા હોવાનો આરોપ

આ પણ વાંચો: અમદાવાદમાં બાંધકામની સાઈટ પરની આસપાસની મિલકતોને નુકસાન ના થાય માટે SOP જાહેર કરાઈ

આ પણ વાંચો: 1 કરોડનું ડ્રગ્સ ફેંકીને ફરાર થયેલો આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: અંબાલાલ પટેલની 20થી 25 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી