ગુજરાત રાજ્યમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો શરુ થયો છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરના વયજુથનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેશના વડાપ્રધાને રસી મુકવી છે. તો રાજ્યના મુખ્યમંત્રી કે જે હાલમાં જ કોરોનાની સારવાર લઇ બહાર આવ્યા છે, તેમના પત્ની અંજલી બેન રુપાણીએ કોરોનાની રસી મુકાવી છે. અમદાવાદ નજીક ભાટ ગામે એપોલો હોસ્પિ.માં તેમને વેક્સિન લીધી છે. સિનિયર સિટિઝન હોવાથી વેક્સિન લીધી છે.
તો સાથે સ્વ. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજના પત્ની અલ્કાબેનએ પણ રાજકોટ ખાતે કોરોના રસી મુકવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભય ભારદ્વાજનું કોરોના ના કારણે નિધન થયું હતું.
રાજ્યમાં આજથી સિનિયર સિટિઝને કોરોનાની રસી આપવાની શરૂઆત થી રહી છે. ત્યારે સીએમ રૂપાણીએ રાજ્યના તમામ સિનિયર સિટિઝનને કોરાનાની રસી લેવા અનુરોધ કર્યો છે.
https://youtu.be/saWdwOX41-o