Gujarat Assembly Election 2022/ સિદ્ધપુર બેઠક પર ‘પંજો’ કશશે સકંજો કે ખીલશે કમળ?

સિદ્ધપુર વિધાનસભા બેઠક પાટણ હેઠળ આવે છે. આ સંસદીય મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના છે. તેમણે 193879માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા.

Gujarat Gujarat Assembly Election 2022 Others
સિદ્ધપુર

સિદ્ધપુર વિધાનસભા બેઠક એ ગુજરાતની એક મહત્વપૂર્ણ વિધાનસભા બેઠક છે, જે 2017 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જીતવામાં આવી હતી. આ વખતે સિદ્ધપુર વિધાનસભા બેઠકનું પરિણામ કયા પક્ષની તરફેણમાં આવશે તે જનતાએ નક્કી કરવાનું છે.

દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે માર્ગ અને રેલ માર્ગ અને જોડતા સિદ્ધપુર શહેર અનેક ખાસિયતો ધરાવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલું આ પૌરાણિક નગરમાં રૂદ્રમહાલ ભારત સહિત વિશ્વમાં માતૃ તર્પણ માટેનું એકમાત્ર સ્થળ બિંદુ સરોવર પણ અહીં આવેલું છે. જ્યાં ભારત ઘરમાંથી હજારોની સંખ્યામાં લોકો માતૃ તર્પણ માટે અહીં આવે છે, તો બીજી તરફ બેનમૂન લાકડાની કલા કોતરણી અને નકશીકામના ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હોલીવૂડ, બોલિવૂડ અને ટેલિવૂડમાં ચમકેલા આ મકાનોએ સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે.

આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી દ્વારા આ પંથકના લોકસેવક બળવંતસિંહ રાજપૂત પર પસંદગીનો કળશ ઢોળે છે કે પછી કોઈ અન્ય ઉમેદવારની પસંદગી કરે છે, તેના ઉપર રાજકીય પંડિતોની મીટ મંડાઇ છે.

આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા બળવંતસિંહ રાજપૂતને જો પક્ષ દ્વારા ટિકિટ મળે તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર સર્જાય અને કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર અપસેટ સર્જાય તો નવાઈ નહીં.

સિદ્ધપુર વિધાનસભા બેઠક ગુજરાતના પાટણ જિલ્લામાં આવે છે. 2017માં સિદ્ધપુરમાં કુલ 52.24 ટકા મતદાન થયું હતું. 2017 માં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઠાકોર ચંદનજી તલાજીએ ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસને 17260 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી.

સિદ્ધપુર વિધાનસભા બેઠક પાટણ હેઠળ આવે છે. આ સંસદીય મતવિસ્તારના સાંસદ ભરતસિંહ ડાભી છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના છે. તેમણે 193879માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જગદીશ ઠાકોરને હરાવ્યા હતા.

1990, 1995, 1998, 2007ની ચૂંટણીમાં જ ભાજપ આ સીટ જીતી શક્યું છે. આ વખતે બંને પક્ષો પોતપોતાની જીત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ અહીંથી 1962, 1967, 1980, 1985 અને 2002માં પણ ચૂંટણી જીતી ચુકી છે.

સિદ્ધપુર વિધાનસભામાં મતદારોની સંખ્યા 2.71 લાખથી વધુ છે.

સિદ્ધપુર વિધાનસભા બેઠક પર મતદારોની કુલ સંખ્યા 271103 છે. જેમાં 139762 પુરૂષ અને 131341 મહિલા મતદારો છે. જો ગુજરાતમાં કુલ મતદારોની સંખ્યા જોઈએ તો તે 4,90,89,765 છે. તેમાંથી 2,53,36,610 પુરૂષ, 2,37,51,738 મહિલા અને 1,417 ટ્રાન્સજેન્ડર મતદારો છે. આ વખતે પણ કુલ 27,943 સેવા મતદારો છે. આ સાથે આ વખતે કુલ મતદારો 4,91,17,308 છે.

સિદ્ધપુરમાં મોટાભાગની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે. જોકે ખેતીવાડી પર નિર્ભર આ તાલુકામાં નર્મદા અને સુજલામ સુફલામની કેનાલ તો છે પરંતુ નિયમિત રીતે પાણી છોડવામાં ન આવતાં સીધી અસર પાક ઉપર પડે છે. ખેડૂતો દ્વારા કેનાલોમાં પાણી છોડવાની માંગ કરવામાં આવે છે. તો સરસ્વતી નદીમાં પણ પાણી છોડી બારેમાસ વહેતી મુકવાની વર્ષો જૂની માંગ હાલ અધ્ધરતાલ છે, જે વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો:2012માં અસ્તિત્વમાં આવ્યું હતું ઘાટલોડિયા, આ બેઠકે ગુજરાતને આપ્યા બે મુખ્યમંત્રી

આ પણ વાંચો:અમરાઈવાડી વિધાનસભા બેઠક, શું ભાજપનો વિજય રથ રોકી શકશે કોંગ્રેસ!

આ પણ વાંચો:ગુજરાતની ચૂંટણી બાદ ભાજપની નજર દક્ષિણ પર, જાણો શું છે પ્લાન