Arvind Kejariwal/ શું કેજરીવાલ ચલાવશે જેલમાંથી સરકાર? જેલ મેન્યુઅલ શું કહે છે

દિલ્હીના સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે. ગુરુવારે બે કલાક પૂછપરછ થયા બાદ ઇડીએ તેમની ધરપકડ કરી હતી. આમ કેજરીવાલને લિકર કૌભાંડ ભારે પડ્યું છે. દારૂ ગોટાળા સાથે મની લોન્ડરિંગના કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories India Breaking News
Beginners guide to 37 2 શું કેજરીવાલ ચલાવશે જેલમાંથી સરકાર? જેલ મેન્યુઅલ શું કહે છે

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ ગઈ છે. ગુરુવારે બે કલાક પૂછપરછ થયા બાદ ઇડીએ તેમની ધરપકડ કરી હતી. આમ કેજરીવાલને લિકર કૌભાંડ ભારે પડ્યું છે. દારૂ ગોટાળા સાથે મની લોન્ડરિંગના કેસમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.

અરવિંદ કેજરીવાલ દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જેમની હોદ્દા પર રહેવા દરમિયાન ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા ઝારખંડના સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ધરપકડ પહેલા રાજીનામુ આપી દીધું હતું.

આમ આદમી પાર્ટીએ સીએમ કેજરીવાલની ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તમામ વિપક્ષી પાર્ટીઓએ પણ આ ધરપકડનો વિરોધ કર્યો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા અને રહેશે.

આતિશીએ જણાવ્યું હતું કે અમે પહેલા પણ કહી ચૂક્યા છે કે જો જરૂર પડી તો કેજરીવાલ દિલ્હીની જેલમાંથી સરકાર ચલાવશે. કોઈપણ નિયમ તેમને આમ કરવાથી રોકી નહી શકે. તે હજી સુધી આરોપી છે, ગુનેગાર સાબિત થયા નથી. તેથી તે ગુનેગાર જાહેર ન થાય ત્યાં સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહેશે.

આમ થઈ શકે

ભારતમાં કોઈ સીએમે જેલમાંથી સરકાર ચલાવી હોય તેવું જોવા મળ્યું નથી, જો કે કોઈ પકડાયેલા સીએમને જેલમાંથી સરકાર ચલાવતા રોકવાનો નિયમ પણ નથી. આમ છતાં પણ કેજરીવાલ માટે જેલમાંથી સરકાર ચલાવવી અત્યંત કપરુ હશે.

જ્યારે પણ કોઈ કેદી આવે છે તો તેને ત્યાંના જેલ મેન્યુઅલને ફોલો કરવું પડે છે. જેલની અંદર કેદીના બધા જ અધિકાર ખતમ થઈ જાય છે. પછી ભલે તે અંડરટ્રાયલ કેદી હોય કે ન હોય. જો કે મૌલિક તેના મૌલિક અધિકાર તો હોય છે.

જેલમાં દરેક કામ પદ્ધતિસર થાય છે. જેલ મેન્યુઅલ અનુસાર જેલમાં બંધ દરેક કેદીને સપ્તાહમાં બે વખત તેમના સંબંધીઓને કે મિત્રોને મળવાની પરવાનગી આપવામાં આવે છે. આ મુલાકાતનો સમય પણ અડધા કલાકનો હોય છે.

જેલમાં બંધ નેતા ચૂંટણી લડી શકે છે. ગૃહની કાર્યવાહીમાં સામેલ પણ થઈ શકે છે, પરંતુ ત્યાં કોઈપણ પ્રકારની બેઠક કરી શકતા નથી. જાન્યુઆરીમાં ઇડીએ હેમંત સોરેનની ધરપકડ કરી ત્યારે પીએમએલએ કોર્ટે તેમને વિશ્વાસ મતમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.

આ ઉપરાંત કેદી જ્યાં સુધી જેલમાં છે ત્યારે તેની ઘણી બધી પ્રવૃત્તિઓ કોર્ટના આદેશ પર નિર્ભર કરે છે. કેદી પોતાના વકીલ દ્વારા કોઈ કાયદાકીય દસ્તાવેજ પર સહી તો કરી શકે છે. પરંતુ કોઈ સરકારી દસ્તાવેજ પર સહી કરવા કોર્ટની મંજૂરી લેવી પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 6 આયુર્વેદ કોલેજોના અપૂરતી સુવિધાને કારણે જોડાણ રદ

આ પણ વાંચો:વરૂણ ગાંધીને જો ભાજપની ટિકિટ ન મળે તો અપક્ષ તરીકે પીલીભીતથી ચૂંટણી લડવાની અટકળો

આ પણ વાંચો:રાજ્યમાં ગરમી મચાવશે કહેર, આ 3 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી