રાલેગણ
મોદી સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કર્યા પછી એક પછી એક હસ્તીઓ તેમના પદ્મ એવોર્ડની પાછા આપવાની જાહેરાત કરી રહ્યાં છે. ફિલ્મ નિર્માતા અરિબમ શ્યામ શર્માએ સીટીઝનશિપ બિલના વિરોધમાં પદ્મ શ્રી એવોર્ડ પરત કરી દીધો છે. અરિબમ શ્યામ શર્માને 2006માં પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
એ પછી હવે સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પદ્મ ભૂષણ પરત આપવાની તૈયારીમાં છે. તેઓ 30મી જાન્યુઆરીથી મહારાષ્ટ્ર સ્થિત તેમનાં ગામ રાલેગણ સિદ્ધિમાં ધરણા પર બેઠા છે.
અન્ના હઝારેએ જણાવ્યું છે કે જો આ સરકાર આવનારા દિવસોમાં દેશ સાથે કરવામાં આવેલા પોતાના વચન પૂરા નહીં કરે તો હું મારો પદ્મ ભૂષણ પુરસ્કાર પરત કરી દઇશ. મોદી સરકારે જનતાનો વિશ્વાસ તોડ્યો છે.
અન્નાના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારે લોકપાલ-લોકાયુક્તોની નિમણૂક અને ચૂંટણી સુધાર માટે સ્વામીનાથન કમિશનની ભલામણને અમલમાં મુકવાનું વચન પુરૂ કર્યું નથી.
અન્નાએ કહ્યું જો મોદી સરકાર આવનારા દિવસોમાં દેશને કરેલા તેમના વાયદાઓ પુરા નહિ કરે તો હું મારો પદ્મ ભૂષણ પરત કરી દઈશ.
નોંધનીય છે કે 81 વર્ષિય કાર્યકર્તા અણ્ણાને 1992માં ત્રીજો સહુથી સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરાયો હતો
અન્નાએ કહ્યું કે મેં આ પુરસ્કાર માટે કામ નહોતું કર્યુ જ્યારે હું સમાજ અને દેશ માટે કામ કરી રહ્યો હતો ત્યારે તમે જ મને આ પુરસ્કાર આપ્યો હતો, પરંતુ દેશ અને સમાજ આ પરિસ્થિતીમાં છે. તો મારે પુરસ્કાર શા માટે રાખવો જોઈએ?