અમદાવાદ,
હલકી હલકી ઠંડક સાથે શિયાળાની ઋતુનો પગરવ શરૂ થઈ ચુક્યો છે અને હવે તમારા વોરડ્રોબને વિન્ટર કલેકશનથી સજાવવા માટે આ જ સમય છે. કડકડતી ઠંડી શરૂ થાય અને તમારે ગયા વર્ષના જૂના જ ગરમ કપડા પહેરવા પડે તે પહેલા જાણી લો કે આ વર્ષે તમે ઠંડીથી બચવા ગરમ કપડા પહેરીને પણ કેવી રીતે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.જો ટ્રેંડી ગરમ કપડાની અગાઉથી જ ખરીદી કરી લેશો તો તમે ઠંડીથી પણ બચી જશો અને લોકો વચ્ચે તમારી ફેશન સ્ટાઈલ પણ ચર્ચામાં રહેશે. તો ચાલો જાણી લો કે આ વર્ષે તમે વિંટર કલેકશનમાં કયા કયા કપડાનો સમાવેશ કરી શકો છો.
સ્વેટર
શિયાળાની મોસમ સ્વેટર વિના તો પસાર થશે નહીં. પરંતુ તમે આ સીઝનમાં વી શેપના ફુલ બાયના સ્વેટર પહેરશો તો સિમ્પલી સ્ટાઈલિશ લાગશો.એ સિવાય હાફ ચેન વાળા સ્વેટર પહેરી અને તમારા મોડર્ન લુકમાં ચાર ચાંદ લગાવી શકો છો. આ પ્રકારના સ્વેટર તમે જીન્સ, સ્કર્ટ કે ટ્રાઉઝર સાથે પહેરી શકો છો.
પગોડા શોલ્ડર
આ વર્ષે પગોડા શોલ્ડર સ્ટાઈલ ફરીથી જોવા મળશે. આ સ્ટાઈલના સ્વેટર પણ તમે ખરીદી શકો છો.
લેધર
લેધર જેકેટ એવરગ્રીન ફેશન છે.ખાસ કરીને બ્લેક કલરનું લેધર જેકેટ તમે જીન્સ, સ્કર્ટ સાથે પહેરી શકો છો. આ સીઝનમાં લેધરનો ક્રેઝ વધારે જોવા મળશે.જેકેટમાં બ્રાઉન રંગ પણ ઇન છે.પ્યોર લેધર જેકેટ મોંઘુ મળશે પણ એ તમને સ્પોર્ટ્સ લૂક આપશે.
એનિમલ પ્રિન્ટ
આ વર્ષે શિયાળાની સીઝનમાં એનિમલ પ્રિન્ટવાળા આઉટફિટ પણ ચલણમાં રહેશે. તેમાં પણ લેપર્ડ પ્રિન્ટ, બ્રાઉન સ્પોર્ટી પેટર્નવાળા ડ્રેસ સૌથી વધારે ચલણમાં હશે. લેપર્ડ પ્રિન્ટની મીડી સ્કર્ટ તમને સ્માર્ટ લુક આપી શકે છે.
બ્રાઉન શેડનો ટ્રેંડ
આ વર્ષે બ્રાઉન શેડ ટ્રેંડમાં હશે. આ શેડના જંપ સૂટ અને જિપ કોટ પણ સ્ટાઈલમાં વધારો કરશે.એ સિવાય બ્રાઉન જેકેટ પણ ઇન હશે.આ રંગના હાફ સ્વેટર પણ ડિસેન્ટ લૂક આપશે.
લેયરિંગથી મળશે નવો લુક
તમે કપડામાં લેયરિંગ કરીને પણ અલગ લુક મેળવી શકો છો. ટ્રેંચ કોટ સાથે સ્કાર્ફને લેયર કરી શકો છો. આ ઉપરાંત ડેનિમ જેકેટ સાથે ઉનના કોટને લેયર કરી શકો છો.