Breakup/ થોડા મહિનામાં જ શમિતા શેટ્ટી-રાકેશ બાપટ થયા અલગ, ચોંકાવનારું કારણ આવ્યું સામે  

થોડા મહિનાઓથી બંને મુંબઈના રસ્તાઓ પર હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. જો કે, આ બંનેની વાર્તા કરણ જોહરના શો બિગ બોસ ઓટીટીથી શરૂ થઈ હતી.

Entertainment
શમિતા શેટ્ટી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં દરરોજ અફેર અને બ્રેકઅપની વાતો સાંભળવા મળી રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પિંકવિલાના અહેવાલો અનુસાર, લવબર્ડ શમિતા શેટ્ટી અને રાકેશ બાપટના સંબંધો સમાપ્ત થઈ ગયા છે. થોડીવાર પહેલા સામે આવેલા રિપોર્ટ્સ અનુસાર બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આપને જણાવી દઈએ કે થોડા મહિનાઓથી બંને મુંબઈના રસ્તાઓ પર હાથ પકડીને ચાલતા જોવા મળ્યા હતા. જો કે, આ બંનેની વાર્તા કરણ જોહરના શો બિગ બોસ ઓટીટીથી શરૂ થઈ હતી. આ પછી શમિતાએ સલમાન ખાનના શો બિગ બોસ 15માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ શોમાં રાકેશ પણ ગેસ્ટ તરીકે પહોંચ્યો હતો. શોમાં બંને રોમાન્સ કરતા અને એકબીજાની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

આ કારણે થયું બ્રેકઅપ  

સામે આવી રહેલા સમાચાર મુજબ રાકેશ બાપટ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે બંને વચ્ચે ઘણી બધી બાબતોને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે. બંને ઘણી બાબતોમાં એકબીજા સાથે સહમત ન હતા. અને આખરે આ જ બ્રેકઅપનું કારણ હતું. આપને જણાવી દઈએ કે રાકેશ શમિતાના પરિવારની ખૂબ નજીક આવી ગયો હતો. શમિતાના જન્મદિવસની પાર્ટીમાં પણ તે ખૂબ જ એક્ટિવ હતો. આટલું જ નહીં, જ્યારે શિલ્પા શેટ્ટીએ અલીબાગમાં પુત્રી સમિષાનો જન્મદિવસ ઉજવ્યો ત્યારે પણ રાકેશ શેટ્ટી પરિવાર સાથે ત્યાં પહોંચી ગયો હતો.

શમિતાની માતા રાકેશ બાપટને પસંદ કરવા લાગી

આપને જણાવી દઈએ કે શમિતા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી રાકેશને પસંદ કરવા લાગી હતી. રાકેશ પણ સુનંદા સાથે એકદમ હળીમળી  ગયો હતો. જણાવી દઈએ કે શમિતની માતા બિગ બોસના ઘરમાં પહોંચી હતી અને દીકરીને પ્રોત્સાહિત કરી હતી. તેણે એમ પણ કહ્યું કે તેની મોટી બહેન શિલ્પા તેને ખૂબ મિસ કરી રહી છે. આ પછી જ્યારે શમિતાએ તેની માતાને પૂછ્યું કે તે રાકેશ વિશે શું વિચારે છે તો તેણે રાકેશને એક સજ્જન હોવાનું કહ્યું. સુનંદાએ કહ્યું હતું કે – તે કેટલો સ્વીટ વ્યક્તિ છે.

આપને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીની બહેન શમિતા 42 વર્ષની ઉંમરે પણ વર્જિન છે. તે જ સમયે, રાકેશ બાપટ પણ 42 વર્ષનો છે અને તેમના છૂટાછેડા થઈ ગયા છે. 2019માં જ તેણે પત્ની રિદ્ધિ ડોગરાથી છૂટાછેડા લીધા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2011માં લગ્ન કર્યા હતા.

શમિતા શેટ્ટીની વાત કરીએ તો તેણે બ્લોકબસ્ટર ફિલ્મ મોહબ્બતેથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તે રાતોરાત સ્ટાર તો નથી બની ગઈ, પરંતુ તે પોતાનું સ્ટારડમ સંભાળી શકી નથી. આખરે તેની કારકિર્દી ફ્લોપ સાબિત થઈ. તે જ સમયે, રાકેશ બાપટની કારકિર્દી પણ ખાસ રહી ન હતી. રાકેશે ફિલ્મોની સાથે સાથે ટીવી શોમાં પણ કામ કર્યું, જો કે, તે પોતાની ઓળખ બનાવી શક્યો નહીં. તેણે પોતાના કરિયરની શરૂઆત 2001માં ફિલ્મ તુમથી કરી હતી.

આ પણ વાંચો :‘ઝુંડ’ની સફળતા બાદ અમિતાભ બચ્ચને કર્યો ખુલાસો, કહ્યું- ‘કો-એક્ટર બાળકે પૂછ્યું હતું કે કેવી રીતે…’

આ પણ વાંચો :પ્રેગ્નેન્ટ ભારતી સિંહે આખરે જણાવી તેની ડિલિવરીની તારીખ, જાણો કોને કહ્યું મામા બનવા તૈયાર રહો

આ પણ વાંચો : ફરી એકવાર રોહિત શેટ્ટી લાવી રહ્યા છે પોલીસકર્મીની કહાની, જબરદસ્ત એક્શન મોડમાં જોવા મળશે આ હીરો

આ પણ વાંચો :સામંથા રૂથ પ્રભુએ છૂટાછેડા પછી નાગા ચૈતન્યને લગ્નની સાડી આપી પાછી, જાણો સાડી પાછળની કહાની