- રૂપિયા 91,000/- ઉપરાંતની ઝડપાઇ ઇ-સિગારેટ
- પારસ પાન અને અમર પાન પાર્લરમાં ઝડપાયો જથ્થો
- PCBએ વિવિધ ફ્લેવરની ઈ-સિગારેટ કરી જપ્ત
- જીતુ ખેરાજમલાણી અને દેવાનંદ કોટવાણીની અટકાયત
- બંને દુકાન માલીકો સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરાયો
વડોદરા શહેરમાં અલગ અલગ નશાના રવાડે ચડતું યુવાધન અને આ પ્રકારની ગેર પ્રવૃતિઓને પ્રોત્સાહન આપનારા લોકો સામે વડોદરા પોલીસે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હોવાથી શહેરના આવા અલગ અલગ એકમો અને દુકાનો પર જ્યાં નશીલા પદાર્થોનું સેવન કરી શકાય અથવા ઉપયોગમાં લઈ શકાય તેવા ચીજ વસ્તુઓનું વેચાણ થતુ હોય ત્યાં દરોડા કરી તપાસ કરી હતી. અને વિવિધ વિસ્તારોમાં ઇ સિગારેટ વેચાણ કરતાં સ્થળો પર સર્ચ કરી દરોડા પાડી રહી છે. વડોદરા PCB એ અલકાપુરી વિસ્તારના પણ પાર્લર અને પન્ના ગલ્લાઓ પર દરોડા પાડવાનું ચાલૂ કર્યું છે.
PCB ની ટીમે અલકાપુરીના પારસ પાન પાર્લર અને અમર પાન પાર્લર પર દરોડા પડ્યા હતા. અને 91000 થી વધુનો જથ્થો ઝડપી પડ્યો હતો. જેમાં PCB એ વિવિધ ફ્લેવર વાળી ઇ સિગારેટ મળી આવી હતી. આ બંને દુકાનના માલિકો જીતુ શ્યામભાઇ ખેરાજમલાણી (રહે.ચંદ્રવટી સોસાયટી, વી.આઇ.પી.રોડ) તથા અમર પાનના માલિક દેવાનંદ રમેશભાઇ કોટવાણી (રહે.આકાશ ગંગા સોસાયટી,મકરપુરા)ની અટકાયત કરી છે અને તેમની સામે ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સીગારેટ્સ એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત પોલીસની એસોજી ટીમ દ્વારા પણ શહેરના પાણીગેટ અને વાસણા વિસ્તારમાંથી પણ આ જ પ્રકારે ઈ સિગારેટ વેચનાર દુકાનમાંથી અંદાજિત 27 હજાર રૂપિયા જેટલાં નો જથ્થો પકડવામાં આવ્યો છે અને હીરેન તંબોળી અને અમિત ચાવડા નામના મહત્વનું છે કે વડોદરા શહેરના ગરબામાં ઇ સિગારેટનો ધુમાડો નીકળતો યુવતીનો વિડીયો વાયરલ થયા બાદ વડોદરા શહેરની પોલીસ એક્શનમાં આવી છે. અને આ પ્રકારના ઈ સિગારેટ વેચનાર દુકાનદારો સામે કાર્યવાહી શરૂ કરી છે.