Bhiloda/ ભિલોડામાં ડાકણનો વહેમ રાખીને મહિલાની ગોળી મારીને હત્યા, બે શકમંદ ઝડપાયા

Arwalli News : આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધા રાખી રહ્યા છે. આવી જ એક ઘટના ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં બની છે. જેમાં એક મહિલા ડાકણ હોવાનું માનીને તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.  ઘરમાં સૂતેલી મહિલા પર ડાકણના વહેમમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું મોત નીપજ્યું છે. પરિવારના આરોપ મુજબ […]

Top Stories Gujarat Others
Beginners guide to 2024 10 09T200114.658 ભિલોડામાં ડાકણનો વહેમ રાખીને મહિલાની ગોળી મારીને હત્યા, બે શકમંદ ઝડપાયા

Arwalli News : આજના આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રધ્ધા રાખી રહ્યા છે. આવી જ એક ઘટના ભિલોડા તાલુકાના રામપુરી ગામમાં બની છે. જેમાં એક મહિલા ડાકણ હોવાનું માનીને તેને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.  ઘરમાં સૂતેલી મહિલા પર ડાકણના વહેમમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાનું મોત નીપજ્યું છે. પરિવારના આરોપ મુજબ જૂના ઝઘડાની અદાવતમાં ગામના જ શખસ દ્વારા મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ મામલે ભિલોડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસ મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા રામપુરી ગામમાં 45 વર્ષીય ઉર્મિલા દિલીપભાઈ તબિયાર પરિવાર સાથે રહેતાં હતાં. મોડી રાતે જ્યારે તેઓ ઘરમાં સૂતા હતાં ત્યારે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા તેમના ઘરે આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને ઇસમ ફરાર થયો હતો.

આ ઘટનામાં ઉર્મિલાબેનનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ ASP સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર પરિવારનો આક્ષેપ છે કે ઉર્મિલાબેન પર આ ફાયરિંગ અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ગામના જ શખસ દ્વારા કરવામાં આવ્યું છે, જોકે હાલ આ મામલે અજાણ્યા ઇસમ સામે હત્યા સહિતનો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી હતી.સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં દિન-પ્રતિ-દિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતાં હવે ગુનેગારોને પોલીસનો કોઈ જ ડર રહ્યો ના હોય એમ, ચોરી, લૂંટફાટ, હત્યા, બળાત્કાર, અપહરણ સહિત બનાવો વધતાં પ્રજાજનો ભયના ઓથાર હેઠળ જીવન જીવી રહ્યા છે.

ભિલોડા તાલુકાના રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી હત્યા કરાઈની ખબર પડતાં રામપુરી ગામના જ રાજેશ નામના આરોપીની પોલીસે અટકાયત કરી છે.આ બાબતે અરવલ્લી જિલ્લા ASP સંજય કુમાર કેસવાલાએ જણાવ્યું હતું કે રામપુરી ગામની મહિલા પર ડાકણ હોવાનો વહેમ રાખી 45 વર્ષીય ઉર્મિલાબેન દિલીપકુમાર તબિયાર નામની મહિલાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી મહિલાના જમણા પગના સાથળના પાછળના ભાગે બંદૂકથી ફાયરિંગ કરીને મહિલાના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી કરુણ મોત નિપજાવ્યું હતું. ભિલોડા તાલુકાના રામપુરી ગામનાં મૃતક મહિલાના પતિ દિલીપ પુનાજી તબિયાર દ્વારા રાજેશ ઉર્ફે રાજેન્દ્ર નાનજીભાઈ તબિયાર રહે, રામપુરી ગામના હત્યારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકનો પુત્ર, જે 12 ધોરણમાં અભ્યાસ કરે છે તેને આ સમગ્ર ઘટના નજરે જોઈ હતી. તે ત્યાં હાજર હતો અને તેને આરોપીને નજરે જોયો હતો, એને આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: યુપીના અમરોહામાં સ્કૂલની વિદ્યાર્થીનીનું હાર્ટએટેકથી મોત

આ પણ વાંચો: પાટણના ચાણસ્મામાં યુવાનનું હાર્ટએટેકથી મોત

આ પણ વાંચો: બનાસકાંઠામાં હાર્ટએટેકથી બે વ્યક્તિના  મોત