જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેમની કાર્યવાહી દરમિયાન 592 ગ્રામ સોનું જપ્ત કર્યુ છે. જેની કિેમત લગભગ 30 લાખ રૂપિયા છે.
કસ્ટસ કમિશનર સુભાષ અગ્રવાલે જણાવ્યું હતું કે, મંગળવારે મુંબઈની 44 વર્ષીય મહિલા, જે વહેલી સવારે શારજાહથી જયપુર ગઈ હતી, તે દરમિયાન મહિલાએ તેની પાસે રહેલું સોનું છુપાવ્યું હતુ, જ્યારે મહિલાની તપાસ કરવામાં આવી હતી પણ આ મહિલાએ સોનાની પેસ્ટ બનાવીને તેણીના અન્ડરગાર્મેન્ટમાં બનાવેલા ગુપ્ત ખિસ્સામાં છુપાવી દીધુ હતું.
જ્યારે તપાસની આશંકા કરવામાં આવી હતી ત્યારે મહિલા પાસેથી પ્લાસ્ટિકના પાઉચમાંથી સોનાની પેસ્ટ મળી આવી હતી. તે સમયે તેનું વજન લગભગ 637 ગ્રામ હતું, પરંતુ પછી જ્યારે પેસ્ટ પર પ્રક્રિયા કરવામાં આવી અને તેને ગોલ્ડરમાં ફેરવ્યું હતું, જ્યારે આ પેસ્ટમાંથી કચરો કાઢ્યા બાદ શુદ્ધ સોનું લગભગ 59૨ ગ્રામ નીકળ્યું, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા કિંમત હતી.
સોનાને જપ્ત કર્યા થયા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે. તેણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ પેકેટ દુબઈમાં રહેતા તેના બોયફ્રેન્ડ દ્વારા આપવામાં આવ્યું હતું. જે જયપુર એરપોર્ટની બહાર ઉભેલી વ્યક્તિને આપવા જણાવ્યું હતું.