Omg 2/ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ યુવતીએ કર્યા પોતાના અંતિમ સંસ્કાર અને પછી…

આ 25 વર્ષની યુવતીનું નામ વાંગ છે. આ મામલો ચીનના સિચુઆન પ્રાંતનો છે. તેણે તેના મિત્રોને પણ અંતિમ સંસ્કાર માટે આમંત્રણ આપ્યું હતું. વાંગનો તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે ત્રણ વર્ષનો સંબંધ હતો. છ મહિના પહેલા બંનેનું બ્રેકઅપ થયું છે.

World Trending
YouTube Thumbnail 2023 11 06T120738.983 બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ યુવતીએ કર્યા પોતાના અંતિમ સંસ્કાર અને પછી...

એક છોકરીનું તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઇ ગયું. જેના કારણે તેને એટલી બધી પીડા થઈ કે તેણે તેની સ્થિતિને મૃત્યુ સાથે સરખાવી. તેણે તેના અંતિમ સંસ્કારનું પણ યોગ્ય આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકોએ આ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. આ 25 વર્ષની યુવતીનું નામ વાંગ છે. આ મામલો ચીનના સિચુઆન પ્રાંતનો છે. તેણે તેના મિત્રોને પણ અંતિમ સંસ્કાર માટે આમંત્રણ આપ્યું હતું. વાંગનો તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે ત્રણ વર્ષનો સંબંધ હતો. છ મહિના પહેલા બંનેનું બ્રેકઅપ થયું છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, વાંગે કહ્યું કે તેણે તાજેતરમાં જ કેટલાક લગ્નમાં હાજરી આપી હતી. તેણે તેના મિત્રોને પૂછ્યું કે તેઓ તેના લગ્નમાં ક્યારે આવશે. આ કારણોસર તેણે બ્રેકઅપની સરખામણી તેના મૃત્યુ સાથે કરી હતી. અને આ પછી તેણે નવું જીવન શરૂ કરવાની વાત કરી. તેણે કહ્યું કે તે હવે તેના બોયફ્રેન્ડ વિના રહેવાનું શરૂ કરશે. વાંગે તેના અંતિમ સંસ્કારમાં ડઝનબંધ મિત્રોને આમંત્રણ આપ્યું હતું. તેણે ફૂલની દુકાનમાં તેનું આયોજન કર્યું હતું. વાંગની હાલત જોઈને દુકાનના માલિકે તેને અહીં ઈવેન્ટનું આયોજન કરવાની પરવાનગી આપી.

 તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં વાંગ મીણબત્તીઓથી ઘેરાયેલા પલંગ પર સૂતી જોવા મળી હતી. જ્યારે તેના મિત્રો ત્યાં નમન કરી તેને ફૂલ આપી રહ્યા હતા. એવી જ રીતે જે રીતે   વાસ્તવિક અંતિમ સંસ્કારમાં કરવામાં આવે છે. આ પછી તે ઊભી થઈ ગઈ. અને મિત્રો સાથે જીવન અને મૃત્યુ વિશે વાત કરી. વાંગે કહ્યું કે અંતિમ સંસ્કાર એ સાજા કરવાનો એક માર્ગ હતો. બોયફ્રેન્ડના માતા-પિતા લગ્ન માટે સંમત ન હોવાથી બંનેએ અલગ થવું પડ્યું હતું. વાંગનું બાળપણ સારું નહોતું રહ્યું કારણ કે તેના માતા-પિતા તેને ગામમાં એકલા છોડીને શહેરમાં ગયા હતા.

વાંગે કહ્યું કે તેને પોતાના અંતિમ સંસ્કાર કરવાનો કોઈ અફસોસ નથી. તે હવે જીવનમાં આગળ વધશે. જોકે, લોકોએ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડુયિન પર આ બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો. એક યુઝરે કહ્યું, ‘લોકો પોતાના અંતિમ સંસ્કાર કરી રહ્યા છે, તે મને અશુભ લાગે છે. સાચું કહું તો, તે મને થોડો ડરાવે છે. અન્ય એક યુઝરે કહ્યું, ‘આ અંતિમ સંસ્કાર તેના માટે નહીં, પરંતુ તેના ત્રણ વર્ષના રોમેન્ટિક સંબંધો અને તેની યુવાની માટે હતો.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે તે ખરેખર બહાદુર છે, જે તેના ભૂતકાળને અલવિદા કહેવા અને તેના નવા જીવનને સ્વીકારવા માટે આવી પદ્ધતિ અપનાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ બાદ યુવતીએ કર્યા પોતાના અંતિમ સંસ્કાર અને પછી...


આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:વર્લ્ડ કપ ફાઇનલની લોકોના ખિસ્સા પર પડશે અસર, ટિકિટ – રૂમના ભાડા સાંભળી થઈ જશો…

આ પણ વાંચો:આમ આદમી પાર્ટીના MLAની પત્નીની ધરપકડ, જાણો શું લાગ્યો આરોપ

આ પણ વાંચો:દિવાળીને લઈ સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું,જાણો કેટલા વાગ્યા સુધી ફોડી શકાશે ફટાકડા