- વિરમગામ-માંડલ હાઈવે પર અકસ્માત
- ભોજવા ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના
- અજાણ્યા વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
- ઘટનાસ્થળે જ મહિલા શિક્ષિકાનું થયું મોત
- અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ફરાર
વિરમગામ-માંડલ હાઈવે પર ભોજવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કાર અને એક્ટિવા વચ્ચે ટક્કરા હતા. અજાણી કારની ટક્કરે એક્ટિવા ચાલક શિક્ષીકાનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ. અજાણી કારનો ચાલક એક્ટિવાને ટક્કર મારીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ 108ને કરાતા તાત્કાલિક મૃતદેહને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અને આગળની તપાસ વિરમગામ ટાઉન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગત 3 ઓગસ્ટના રોજ પણ આ વિસ્તારમાં એટલે કે, વિરમગામ માંડલ હાઈવે પર આવેલા અલીગઢ પાસે સાંજના સમયે બેકાબૂ બાઈક ચાલકે રાહદારીને અડફેટે લેતાં યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. ૩ ઓગસ્ટ સોમવારની મોડી સાંજે વિરમગામ માંડલ રોડ પર અલીગઢ કબ્રસ્તાન બાજુમાં આવેલા પરા વિસ્તારની રોડ પર રસ્તા પર ચાલતા રસિકભાઈ ઠાકોર ઉંમર વર્ષ ૩૫ને વિરમગામથી ભોજવા તરફ જતા બાઈક ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રસિકભાઈને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસમાં બાઈક ચાલક વિરુધ્ધ ગુનો નોધાયો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….