ગોળીબાર/ કાશ્મીરમાં કુલગામમાં મહિલા શિક્ષક પર આતંકી હુમલો ,હોસ્પિટલમાં મોત

સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી

Top Stories India
6 28 કાશ્મીરમાં કુલગામમાં મહિલા શિક્ષક પર આતંકી હુમલો ,હોસ્પિટલમાં મોત

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓનું કાયરતાભર્યું કૃત્ય સામે આવ્યું છે. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા આતંકવાદીઓએ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા શિક્ષકનું નામ રજનીની છે તે સાંબાની રહેવાસી હતી.

કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં આજે સવારે આતંકવાદીઓએ એક હાઈસ્કૂલના શિક્ષક પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, મંગળવારે કુલગામના ગોપાલપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક મહિલા શિક્ષક પર ગોળીબાર કર્યો હતો. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેણી જીવનની લડાઈ હારી ગઈ. શિક્ષકની ઓળખ રજનીની પત્ની રાજ કુમાર તરીકે થઈ છે. તે જમ્મુ વિભાગના સાંબા જિલ્લાની રહેવાસી હતી. પોલીસનું કહેવું છે કે આ જઘન્ય આતંકવાદી ગુનામાં સંડોવાયેલા આતંકવાદીઓને ટૂંક સમયમાં ઓળખી કાઢવામાં આવશે અને તેમને મારી નાખવામાં આવશે.