Not Set/ સુરેન્દ્રનગરમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓએ પુરુષોનો ઇજારો તોડ્યો,માતાએ બે ગોલ્ડ 12 વર્ષિય પુત્રીએ સિલ્વર મેડલ જીત્યો

આ સ્પર્ધામાં એક જ પરિવારને કુલ 13 મેડલ મળ્યાં હતા. જેમાં પિતાએ પણ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જ્યારે 68 વર્ષિય દાદાએ પણ પ્રથમ વખત ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Gujarat Trending
mother and dauter won સુરેન્દ્રનગરમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓએ પુરુષોનો ઇજારો તોડ્યો,માતાએ બે ગોલ્ડ 12 વર્ષિય પુત્રીએ સિલ્વર મેડલ જીત્યો

સચિન પીઠવા ,સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ

એક જ પરિવારને કુલ 13 મેડલ : પિતાએ પણ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જ્યારે 68 વર્ષિય દાદાએ પણ પ્રથમ વખત ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ જીત્યો

આજના હરિફાઇભર્યા યુગમાં મહિલાઓ પણ રમત-ગમત સહિત દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની પુરુષોનો ઇજારો તોડ્યો છે. તાજેતરમાં દસાડા ખાતે યોજાયેલી જીલ્લા લેવલની ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં માતાએ ટ્રેપ શૂટિંગમાં બે ગોલ્ડને 12 વર્ષિય પુત્રીએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. આ સ્પર્ધામાં એક જ પરિવારને કુલ 13 મેડલ મળ્યાં હતા. જેમાં પિતાએ પણ 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જ્યારે 68 વર્ષિય દાદાએ પણ પ્રથમ વખત ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

family won સુરેન્દ્રનગરમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓએ પુરુષોનો ઇજારો તોડ્યો,માતાએ બે ગોલ્ડ 12 વર્ષિય પુત્રીએ સિલ્વર મેડલ જીત્યો

હાલમાં ટોકયો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક સ્પર્ધામાં ભારતે કૂશ્તી અને હોકી જેવી વિવિધ સ્પર્ધાઓમાં મેડલો અંકિત કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. જેને લઇને હવે ગુજરાતનાં ગામડાઓમાં પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવવા ખેલાડીઓ થનગની રહ્યાં છે. અને આમયે ગુજરાતનાં ખૂણેખૂણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે. તાજેતરમાં હળવદની મંગળપુર ગામની 19 વર્ષિય યુવતિએ પ્રથમ વખત જ કૂશ્તી સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલ મેળવી ઇન્ટરનેશનલ કૂશ્તી સ્પર્ધામાં ભાગ લેવા નેપાળના કાઠમંડુ જવાની છે. એ જ રીતે દસાડાના 16 વર્ષિય યુવાન બખ્તિયારૂદીન મલિકની ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભારતીય ટીમમાં સમાવેશ થવાની સાથે એ કઝાકિસ્તાન અને પેરૂમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાનો છે.

father won સુરેન્દ્રનગરમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓએ પુરુષોનો ઇજારો તોડ્યો,માતાએ બે ગોલ્ડ 12 વર્ષિય પુત્રીએ સિલ્વર મેડલ જીત્યો

ત્યારે આ વાત સુરેન્દ્રનગર જીલ્લાના ખોબા જેવડા દસાડા ગામના ખોખર પરિવારની છે.આ પરિવારે તાજેતરમાં દસાડા રણ રાઇડર રેન્જમાં યોજાયેલી જીલ્લા લેવલની ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં એક સાથે પાંચ ગોલ્ડ મેડલ સાથે કુલ 13 મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. જેમાં 38 વર્ષની માતા નાઝનીનબાનુ ખોખરે સીંગલ ટ્રેપ અને ડબલ ટ્રેપમાં બે ગોલ્ડ મેડલ, જ્યારે માત્ર 12 વર્ષની પુત્રી ઝુયેરીયાબાનુ ખાખરે સીલ્વર મેડલ, પિતા 40 વર્ષિય અયુબખાન ખોખરે જીલ્લા લેવલની ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ, બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે આ જ પરિવારના દાદા હમીદખાન બચુમીયા ખોખરે તો પહેલી જ વખત ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભાગ લઇ બ્રોન્ઝ મેડલ અંકિત કરવાની સાથે આ સ્પર્ધામાં દસાડાના ખોખર પરિવારે પાંચ ગોલ્ડ, પાંચ સિલ્વર અને 3 બ્રોન્ઝ મળી કુલ 13 મેડલ જીતી ઇતિહાસ રચી દીધો હતો. જેમાં ગુજરાત સ્ટેટ રાયફલ એશોશિયેશનના પ્રમુખ મનીષભાઇ પટેલે દસાડાના આ ખોખર પરિવારને આ સિધ્ધી બદલ મેમોરેન્ડમ એવોર્ડ એનાયત કર્યો હતો. જેમાં દસાડાના વકિલનો વ્યવસાય કરતા ઐયુબખાન ખોખર તો ટાર્ગેટ અને ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં અમદાવાદ ડીસ્ટ્રીક્ટ, બરોડા ડીસ્ટ્રીક્ટ, વેસ્ટ ઝોન, ખેલ મહાકૂંભ અને નેશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લઇ અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

 દસાડાના ખોખર પરિવાર પર મેડલોનો વરસાદ

-> ઝુયેરીયાબાનું ઐયુબખાન ખોખર- 12 વર્ષ- દિકરી- સિલ્વર મેડલ
-> નાઝનીનબાનું ઐયુબભાઇ ખોખર- 38 વર્ષ- માતા- સીંગલ અને ડબલ ટ્રેપ શૂટિંગમાં બે ગોલ્ડ મેડલ
-> ઐયુબભાઇ હમીદખાન ખોખર- 40 વર્ષ- પિતા- 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ
-> હમીદખાન બચુમીયા ખોખર- દાદા- 1 બ્રોન્ઝ મેડલ
-> રીયાઝખાન મહંમદખાન ખોખર- કાકા- 1 ટીમ મેડલ સિલ્વર
-> અસ્લમખાન મહેબૂબમીયા ખોખર- કાકા- 1 ટીમ મેડલ સિલ્વર
-> અક્શાબાનું મોહસીનખાન શાહજાદા- મામાની દિકરી- 1 ગોલ્ડ મેડલ સીંગલ ટ્રેપમાં
-> નશીબખાન મહેબૂબમીયા કુરેશી- 1 બ્રોન્ઝ મેડલ

majboor str 2 સુરેન્દ્રનગરમાં ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓએ પુરુષોનો ઇજારો તોડ્યો,માતાએ બે ગોલ્ડ 12 વર્ષિય પુત્રીએ સિલ્વર મેડલ જીત્યો