Not Set/ ગૂગલ પર મી ટુ અભિયાન બાદ ૫ કરોડ લોકોએ સર્ચ કર્યું કઈક આવું…

મી ટુ કેમ્પેઈનને લઈને દુનિયાભરની દરેક મહિલાઓ જાહેરમાં પોતાના પર થયેલા અત્યાચારની વાત જાહેર કરતી થઇ છે. પીડિતા માટે પોતાનું દર્દ કહેવા માટેનું આ એક યોગ્ય પ્લેટફોર્મ છે તેમ કહી શકાય. હાલમાં જ એક રીપોર્ટમાં મીટુને લઈને ખુલાસો થયો છે. મીટુ અભિયાન પછી આશરે ૫ કરોડ લોકોએ ગૂગલ પર જાતીય શોષણ વિશે સર્ચ કર્યું છે. […]

Top Stories World Trending
me too 3 ગૂગલ પર મી ટુ અભિયાન બાદ ૫ કરોડ લોકોએ સર્ચ કર્યું કઈક આવું...

મી ટુ કેમ્પેઈનને લઈને દુનિયાભરની દરેક મહિલાઓ જાહેરમાં પોતાના પર થયેલા અત્યાચારની વાત જાહેર કરતી થઇ છે. પીડિતા માટે પોતાનું દર્દ કહેવા માટેનું આ એક યોગ્ય પ્લેટફોર્મ છે તેમ કહી શકાય.

હાલમાં જ એક રીપોર્ટમાં મીટુને લઈને ખુલાસો થયો છે. મીટુ અભિયાન પછી આશરે ૫ કરોડ લોકોએ ગૂગલ પર જાતીય શોષણ વિશે સર્ચ કર્યું છે.

આ સર્ચ મોટા ભાગે ઓક્ટોમ્બર ૨૦૧૭ થી જુન ૨૦૧૮ દરમ્યાન કરવામાં આવ્યું છે.

ગૂગલ પર જાતીય શોષણ વિશે સર્ચ કરવામાં આવ્યું છે કે આ શોષણ વિરુદ્ધ કેવી રીતે ફરિયાદ નોંધાવી શકાય અને આ પ્રકારના વર્તન પર કેવી રીતે રોક લગાવી શકાય.

આ રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ પ્રોડ્યુસર હાર્વે વીસ્ટીન પર જાતીય શોષણના આરોપ બાદ મી ટુ અભિયાનની શરૂઆત થઇ. ત્યારબાદ ૮ મહિનામાં આ વર્ડ ૫.૪ કરોડ વાર સર્ચ કરવામાં આવ્યો.

આ રીપોર્ટ જામા ઇન્ટરનેશનલ મેડીસીનના જનરલમાં પબ્લીશ કરવામાં આવ્યું છે. ભારતમાં પણ તનુશ્રીએ નાના પાટેકર પર લગાવેલા આરોપ બાદ મી ટુએ વેગ પકડ્યો હતો.