Not Set/ બરાક ઓબામા બન્યા સાંતા ક્લોઝ, લાલ ટોપી પહેરીને હોસ્પિટલમાં બાળકોને આપી ગીફ્ટ

ક્રિસમસને હવે થોડા દિવસોની જ વાર છે. દેશભરમાં જોર-શોરથી ક્રિસમસની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસમસ પૂર્વ કઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ હવે સાંતા ક્લોઝ  બની ગયા છે. વોશીન્ગ્ટનની એક હોસ્પિટલમાં બરાક ઓબામા અચાનક લાલ ટોપી અને મોટો થેલો લઈને બાળકોને મળવા પહોચી ગયા હતા. તેમના થેલામાં બાળકો માટે […]

Top Stories World Trending
obama બરાક ઓબામા બન્યા સાંતા ક્લોઝ, લાલ ટોપી પહેરીને હોસ્પિટલમાં બાળકોને આપી ગીફ્ટ

ક્રિસમસને હવે થોડા દિવસોની જ વાર છે. દેશભરમાં જોર-શોરથી ક્રિસમસની તૈયારીઓ શરુ થઇ ગઈ છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ક્રિસમસ પૂર્વ કઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ હવે સાંતા ક્લોઝ  બની ગયા છે.

વોશીન્ગ્ટનની એક હોસ્પિટલમાં બરાક ઓબામા અચાનક લાલ ટોપી અને મોટો થેલો લઈને બાળકોને મળવા પહોચી ગયા હતા.

તેમના થેલામાં બાળકો માટે ઘણી બધી ગીફ્ટ હતી. આ ગીફ્ટ તેમણે ચિલ્ડ્રન નેશનલ હોસ્પિટલમાં ઉપસ્થિત તમામ બાળકોને આપી.

ઓબામાને જોઇને  હોસ્પિટલનો આખા સ્ટાફે તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. એટલું જ નહી પણ આ મુલાકાતનો વિડીયો પણ ટ્વીટર પર શેર કર્યો છે.

Instagram will load in the frontend.

સાંતા ક્લોઝ બનીને આવેલા ઓબામાએ કહ્યું હતું કે તેમને હોસ્પિટલમાં ઉપસ્થિત બાળકો અને તેમના પરિવારના લોકોને મળીને ઘણી ખુશી થઇ. વધુમાં તેમણે કહ્યું કે બે દીકરીઓના પિતા હોવાને નાતે મારા માટે સૌથી જરૂરી એ જ છે કે બાળકોની દેખભાળ કરવાવાળા હંમેશા આસપાસ રહે.

તમને જણાવી દઈએ કે બરાક ઓબામા અમેરિકાના 44 માં રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે. હાલ તેઓ વોશીન્ગ્ટનમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં પણ તેઓ સાંતા ક્લોઝ બનીને એક સ્કુલમાં ગયા હતા.