લંડન
ઓક્સફોર્ડની અંગ્રેજી ડીક્ષનરીમાં નવા ૧૪૦૦ શબ્દોને સમાવવામાં આવ્યા છે. આ શબ્દોમાં એક શબ્દ ‘ ઇડીયોક્રેસી ’ પણ છે જેનો અર્થ થાય છે અજ્ઞાની કે જડબુદ્ધિ જેવા લોકોએ બનાવેલી સરકાર.
આ શબ્કોશનો યુનાની ભાષામાં ક્રેસીથી આશરે ૧૦૦ શબ્દ બને છે જેનો અર્થ શક્તિ કે શાસન એમ થાય છે.
નવા શબ્દ ઇડીયોક્રેસીનો અર્થ એવા સમાજ કે શાસન માટે છે કે જેને અજ્ઞાની લોકો ચલાવી રહ્યા હોય. આ શબ્દ યુનાની ભાષાને મળતો આવે છે.
તમને જણાવી દઈએ કે અંગ્રેજી ડીક્ષનરી દર વર્ષે ચાર વખત સમીક્ષા કરવામાં આવે છે.
૧૯ મી સદીમાં આ પ્રકારના ઘણા શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦૦૬માં ‘ ઇડીયોક્રેસી ’ નામની એક ફિલ્મ પણ બની હતી.