Not Set/ અલીબાબા ઈ-કોમર્સ કંપનીના સહસંસ્થાપક અને ચીનના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેક મા એ જાહેર કરી નિવૃત્તિ

હોંગકોંગ  ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાના સહસંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ જેક માએ હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. જેક સોમવારથી નિવૃત્તિ લઈ લેશે. જેક માને ચીનમાં કેટલાક લોકો ભગવાન તરીકે પણ પૂજે છે. નિવૃત્તિ બાદ જેક શિક્ષણ ક્ષેત્રમાં માનવસેવામાં પોતાનું યોગદાન આપશે. ન્યુયોર્ક ટાઈમ્સને આપેલ એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, તેમની સેવાનિવૃત્તિ એક યુગનો અંત નથી, પરંતુ […]

Top Stories World Trending
104225995 અલીબાબા ઈ-કોમર્સ કંપનીના સહસંસ્થાપક અને ચીનના સૌથી ધનાઢ્ય વ્યક્તિ જેક મા એ જાહેર કરી નિવૃત્તિ

હોંગકોંગ 

ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાના સહસંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ જેક માએ હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. જેક સોમવારથી નિવૃત્તિ લઈ લેશે. જેક માને ચીનમાં કેટલાક લોકો ભગવાન તરીકે પણ પૂજે છે.

નિવૃત્તિ બાદ જેક શિક્ષણ ક્ષેત્રમાં માનવસેવામાં પોતાનું યોગદાન આપશે. ન્યુયોર્ક ટાઈમ્સને આપેલ એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, તેમની સેવાનિવૃત્તિ એક યુગનો અંત નથી, પરંતુ એક યુગની શરુઆત છે. તેમણે જણાવ્યુ કે મને શિક્ષણ પસંદ છે. હવે હું મારો સમય અને પૈસા બંને આ ક્ષેત્રમા આપીશ. તમને જણાવી દઈએ કે જેક મા અંગ્રેજીના શિક્ષક પણ રહી ચુક્યા છે.

જેકે  ૧૭થી વધુ લોકો સાથે મળીને ૧૯૯૯માં ઝેજિયાંગના હાંગઝૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં અલીબાબાની સ્થાપના કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે આજે અલીબાબા કંપનીમાં ૬૬,૪૨૧ કર્મચારી કામ કરી રહ્યા છે.

નિવૃત્તિ પછી પણ તેઓ અલીબાબાના ડાયરેક્ટર બોર્ડના સભ્ય બનીને કંપનીનું મેનેજમેન્ટનું ધ્યાન રાખશે.

અલીબાબાની વાર્ષિક કમાણી લગભગ ૨૫૦ યુઆન એટલે કે ૪૦ અબજ ડોલર છે. અલીબાબા કંપનીની માર્કેટ વેલ્યુ હાલ ૪૨૦ બિલિયન ડોલર છે.

મા એ જણાવ્યું હતું કે જો હું બિઝનેસમેન ન હોત તો શિક્ષક જ થયો હોત. મેં પહેલી વાર જયારે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો ત્યારે મને ઘણું સારું લાગ્યું હતું. પ્રથમ વાર જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો ત્યારે મને ઘણું સારું લાગ્યું હતું અને મને ખાતરી થઇ હતી કે હું ચીન અને વિશ્વને બદલી શકીશ.

જેક મા ચીનની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. ફોર્બ્સના જણાવ્યા અનુસાર જેક માની કુલ સંપત્તિ ૩૬.૬ અબજ ડોલર (રૂ. ૨૬ હજાર કરોડ) છે.