૨૯ ઓક્ટોમ્બરના રોજ એર લાયન્સ વિમાનની દુર્ઘટના થઇ હતી જેમાં ૧૮૯ લોકોએ જીવ ગુમાવ્યો હતો.આ દુર્ઘટનામાં ઇન્ડોનેશિયાની એક યુવતી ઈંટન સ્યારીએ હજુ થોડા દિવસ પહેલા જ નંદા પ્રતામાં સાથે સગાઇ હતી.
ઇન્ડોનેશિયા પ્લેન દુર્ઘટનામાં તેના મંગેતરનું મૃત્યુ થયું હતું.
રિયોએ ઈંટનને વિમાનમાં બેઠા પહેલા ફોન પર કહ્યું હતું કે જો હું પરત ન આવું તો પણ તુ માતા સાથે જ લગ્ન કરજે.
આ કહ્યાના ૧૩ મિનીટ પછી વિમાન સમુદ્રમાં ક્રેશ થઇ ગયું હતું અને રીયોનું મૃત્યુ નીપજ્યું હતું.
ઈંટને તેની છેલ્લી ઇરછા પૂરી કરી હતી. ૧૧ નવેમ્બરના રોજ તેણે એકલા જ લગ્ન કર્યા હતા. લગ્નનું સફેદ ગાઉન પહેરીને તે એકલી જ લગ્નના સ્થળે પહોચી હતી અને ત્યાં ફોટો પણ પડાવ્યો હતો.
પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટમાં લખ્યું હતું કે હું રીયોને છેલ્લા ૧૩ વર્ષથી ઓળખતી હતી અને તેની છેલ્લી ઇરછા પૂરી કરવા માંગું છુ.
તે મારો પ્રથમ પ્રેમ હતો. હું મારું દુઃખ વ્યક્ત નથી કરી શકતી પણ તારા માટે હું હંમેશા હસતી રહીશ. તુ જેમ કહેતો હતો તેમ હું બહાદુર બનવાની કોશિશ કરીશ. રિયો લગ્ન માટે ઘરે જઈ રહ્યો હતો. તેની ડેડ બોડીની ઓળખાણ ૬ નવેમ્બરના રોજ ફિંગરપ્રિન્ટથી થઇ હતી.
તેના બે દિવસ બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે આ પ્લેન ક્રેશમાં કુલ ૧૮૯ લોકોના મોત થયા હતા.