Not Set/ ઇવાંકા ટ્રમ્પ કરશે વર્લ્ડ બેંકના અધ્યક્ષનું સિલેક્શન, જાણો શું છે કારણ

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષની ચૂંટણીમાં મદદ કરશે. ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેસિકા ડિટોને જણાવ્યું, ઇવાંકા ટ્રમ્પ આ ચૂંટણી માટે એટલા માટે મદદ કરી રહ્યા છે, કારણ કે તેઓ છેલ્લા બે વર્ષથી વર્લ્ડ બેંકના નેતૃત્વ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓએ એ […]

Top Stories World Trending
download 13 ઇવાંકા ટ્રમ્પ કરશે વર્લ્ડ બેંકના અધ્યક્ષનું સિલેક્શન, જાણો શું છે કારણ

વોશિંગ્ટન,

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી અને સલાહકાર ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના નવા અધ્યક્ષની ચૂંટણીમાં મદદ કરશે.

ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેસિકા ડિટોને જણાવ્યું, ઇવાંકા ટ્રમ્પ આ ચૂંટણી માટે એટલા માટે મદદ કરી રહ્યા છે, કારણ કે તેઓ છેલ્લા બે વર્ષથી વર્લ્ડ બેંકના નેતૃત્વ સાથે મળીને કામ કરી રહ્યા છે.

તેઓએ એ પણ કહ્યું હતું કે, ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના અધ્યક્ષ માટે ઉમેદવાર હશે નહીં.

ઇવાંકા ટ્રમ્પ વર્લ્ડ બેંકના હાલના અધ્યક્ષ જિમ યોંગ કિંમના ઉત્તરા ધિકારીની ચૂંટણીમાં નાણાં મંત્રી સ્ટીવન નૂચિન, વ્હાઇટ હાઉસના કાર્યકારી ચીફ ઓફ સ્ટાફ મિક મુલાવનીની મદદ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિમ યોંગ કિમે ગત સપ્તાહે વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું.