સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ અને શાંતિ પ્રયાસો માટે નોબેલ પુરસ્કારથી સમ્માનિત કોફી અન્નાન નું 80 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું છે. મૂળ ઘાનાના રહેવાસી કોફી અન્નાનને વૈશ્વિક સ્તરે શાંતિ પ્રયાસો અને ગરીબી ઉન્મૂલન કાર્યક્રમો માટે ઓળખવામાં આવે છે.
અન્નાન આફ્રિકી મૂળના પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ હતા. એમણે સતત બે ટર્મ 1997 થી 2006 સુધી મહાસચિવનો પદભાર સંભાળ્યો હતો. મહાસચિવ રહેતા દરમિયાન એમણે 2015 સુધીમાં વૈશ્વિક ગરીબીને ઓછી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું.
કોફી અન્નાન યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રોમાં શાંતિ સ્થાપિત કરવા અને પ્રવાસીઓને ફરી વસાવવા માટે વૈશ્વિક સ્તરે થતા ઘણા પ્રયાસોની આગેવાની કરી ચુક્યા હતા. હાલના દિવસોમાં તેઓ રોહીંગ્યા અને સીરિયાના શરણાર્થી સંકટના સમાધાન માટે કામ કરી રહ્યા હતા. સીરિયામાં સંકટ સમાધાન માટે એમણે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ સાથે પણ મુલાકાત કરી હતી.